________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
ધ્યેયપૂર્વક શેય કેવળજ્ઞાનની માગણી પણ પૂરણદ્રવ્યને આશ્રયે મળે એવી છે. આહાહા! કો” સમજાણું કાંઇ? કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે ને ઉત્પત્તિ ઈ અપેક્ષાએ એની ભાવના પણ એની ઉત્પત્તિ થાય ક્યાંથી એ શેયમાત્ર ચૈતન્યસ્વરૂપ પૂરણ છું એને અવલંબીને કેવળજ્ઞાન થાય છે. સમજાણું કાંઈ? પોતાનું પૂરણરૂપને શેય બનાવતાં એકસમયનું કેવળજ્ઞાન, ત્રણ કાળને જાણે એવો શેય એક સમયની પર્યાય એમાંથી પ્રગટ થાય છે આહાહા ! જે શેયવસ્તુ સ્વરૂપ અખંડ તે કેવળજ્ઞાનના અંશમાત્ર પણ જે શેય નથી. શું કીધું શ્રુતના જ્ઞાનના પર્યાયના અંશમાત્ર પણ એ શેય નથી, એવડો શેય નથી, પણ કેવળજ્ઞાનનો પર્યાય જે છે એવડોય, મારું શેય નથી લે આહાહા ! એ કેવળજ્ઞાન પણ એકસમયનો ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણે, આંહી મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ જાણે, પણ એટલોય હું શેય નહીં. એકરૂપ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી જ્ઞાયક માત્ર, જેમાં એવા અંશો અનંતા પડ્યા છે કેવળજ્ઞાનના અનંતા અનંતા અનંતા અનંતા અનંતગુણા અનંતગુણા અનંતગુણા અંશો પડયા છે. એવું આખું જ્ઞાનમાત્ર અને જ્ઞાનમાત્ર શબ્દ આખું દ્રવ્ય-આખું દ્રવ્ય સમજાણું કાંઈ? આહાહા !
એવા પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર પણ હું શેય નહીં. એવો પણ એટલો જોય નહીં. ભાઈ હળવે-હળવે તો આવે છે, એક ભાઈ કહેતા” તા ક્યાં ગયા? કે હું વિચારું છું પણ બેસતું નથી અંદર પાલનપુરવાળા મણિભાઈ, મણિભાઈ છે કે નહીં ગ્યા (મણિભાઈ: જી, ) હા, ઠીક ઈ કહે કે હું મહેનત તો કરું છું. કહે પણ પકડાતું નથી, ફરીવાર આવ્યું આ ફરીવાર ( આવે) બબ્બેવાર આવે તો તો પકડાય કે નહીં? પણ વાત છે કે જીવે દરકાર જ કરી નથી. બહાર આ કરું ને આ મૂકું ને દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ધૂળ ને ધાણી.
પણ, વાસ્તવિક જ્ઞાનાનંદમૂર્તિ છું એ તો જાણનાર છે, કરવું ફરવું એમાં હતું કે દિ' સમજાણું કાંઈ? આવો સર્વજ્ઞસ્વભાવ આત્મા એમ કહે છે. સર્વજ્ઞસ્વભાવ એટલે ? એક સમયની પર્યાય સર્વજ્ઞ એમ નહીં, એવા બધા અંશો ત્રિકાળ ને એવા બધા ગુણોનો પિંડ એવો હું આખો આત્મા તે મારું શેય છે. તે હું શેય છું એવડો હું શેય છું આહાહા! શેઠ! આમાં કાંઈ ભાષા બહુ આકરી નથી હોં? નો સમજાય એમ મગજમાં ન કરવું. ન સમજાય એમ કરવા જાય, તો ઈ સમજવા નહીં દે એને, આ ન્યાયથી તો કહેવાય છે પણ હવે એને પકડવું તો એને છે ને કે કોઈ પકડાવી દે એવું છે?
કહે છેઃ હું તેવો શેયરૂપ છું. કેટલો કે ચેતના સર્વસ્વ જેટલો આખો, પરંતુ એવા શેયરૂપ નથી; કે પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર- એવા શેયરૂપ હું છઉં નહીં. આહાહા ! તને જણાવાયોગ્ય પ્રમેય તો આખું દ્રવ્ય છે કહે છે, એમ કહે છે જુઓ, સમજાણું કાંઈ ? અને ઈ દ્રવ્યને જાણ ત્યારે તને સમ્યગ્દર્શન થાય કારણ કે એવડું શેય છે તેવડું જ્યારે પ્રતીતમાં આવે ત્યારે સાચી પ્રતીત થઈ કહેવાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com