________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫.
કળશટીકા કળશ-૨૭૧ સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે “હું શાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી. તો કેમ છે, આમ છે” “જ્ઞાનશેયજ્ઞાતમદ્રસ્તુમાત્રઃ શેયઃ” જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ ત્રિકાળ, શેય જણાવાયોગ્ય શક્તિ એય ત્રિકાળ, જણાવાયોગ્ય શક્તિ ત્રિકાળ, હું જણાવાયોગ્ય દ્રવ્ય ત્રિકાળ આંહી બે શક્તિ લીધી. ઓલી જ્ઞાન અને શેય. એમ લીધું છે. એક એક શક્તિ “જ્ઞાતુ' જ્ઞાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. એમ લીધું, જ્ઞાન જાણવાયોગ્ય એક શક્તિ પૂરણ, સમજાય છે? શેય જણાવાયોગ્ય શક્તિ પૂરણ, એક-એક શક્તિ લીધી, પણ જ્ઞાતા બધો આખો પિંડ તે જ્ઞાતા કહે છે જ્ઞાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. “એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે.” એ ત્રણ ભેદ કહેવા માત્ર બાકી મારું સ્વરૂપ એકરૂપ “એવા શેયરૂપ” છે. જ્ઞાન તે હું શેય તે હું ને જ્ઞાતા તે હું હું બધુંય એકનો એક છું. એમ કહે છે. આહાહા!
આ પરને જાણવાનું શેય, તે તો નહીં, પર જણાય એટલો જ્ઞાનનો અંશ તેટલો તો શેય નહીં, પણ હું અખંડ શેય, હું અખંડજ્ઞાન ને હું અખંડ જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી. હું તો “છું ઈ નો ઈ છું” જણવાયોગ્ય તે ય હું ને જાણનારો તે ય હું ને જ્ઞાતા પણ હું. આહાહા! “એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે” ઈ ત્રણ ભેદ થઈને આખું સ્વરૂપ છે એમ કહે છે. “એવા શેયરૂપ છું”
ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ્ય વેદકરૂપે જાણું છું, લ્યો તેથી મારું નામ જ્ઞાન” જ્ઞાન કેમકે જણાવાયોગ્ય ને જાણનારો હું એમ જાણું, માટે જ્ઞાન, જણાવાયોગ્યે ય હું ને જાણનારો ય હું, માટે જ્ઞાન સમજાણું કાંઈ? કહે છે આહાહા ! માણસ ઓલાજૂના સાંભળનારને ય એમ લાગે કે શું છે આ બધું નવું છે, નવું નથી પણ એની ચીજ છે, એવી પણ એણે એ ચીજને કેવડી ને કેમ છે એવી સાંભળી નથી એટલે એને એમ લાગે કે આ તે શું છે, શું કહે છે પણ મારે આ ધર્મ કરવો, એમાં આવી વાત મૂકીને શું કામ છે તમારે? પણ તારે ધર્મ કરવો હોય તો ધર્મી એવો ધર્મ કરનાર કેવડો છે એ દૃષ્ટિમાં ન લે તો ધર્મ થશે નહીં, એમ કહે છે. ધર્મ કરનારો ધર્મી કેવડો છે? એ શેય કેવડું છે, જ્ઞાન કેવડું છે ને જ્ઞાતા કેવડો છે એના ભાન વિના ધર્મ ત્રણ કાળમાં ક્યાંય થતો નથી. આમાં ક્યાં આમાં વડાલમાં અપાસરામાં સાંભળવા મળે એવું છે આવું? (ન્યાલભાઈ: ન્યાંથી તો ભાગી આવ્યા) ભાગી આવ્યા આહાહા ! શું કહે છે પણ અરે આખો દરિયો ડોલે છે ને પ્રભુ તારી પાસે કહે છે.
એ જ્ઞાનમાત્ર પણ તું એકલું અખંડ હોં. શેયમાત્ર પણ તું ને જ્ઞાતા પણ તું ત્રણ વચનના ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. કીધું ને (સમયસાર-નાટક કર્તા-કર્મક્રિયાધાર-૭) “કરતા પરિનામી દ્રવ્ય, કરમ રૂપ પરિણામ. કિરિયા પરજયકી ફિરનિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com