________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
ધ્યેયપૂર્વક જોય એવા અનંતા અંશનો પિંડ તો એક જ્ઞાનગુણ છે. સમજાણું કાંઈ ? એક અંશ જે છે પ્રગટ, એવા સાદિ અનંત-આદિ અનંત અનંત અનંત અંશો, એનો પિંડ તો એક આત્માનો જ્ઞાનગુણ છે. માટે જ્ઞાનનો અંશ જે છે. એટલો હું શેય છઉં નહીં. સમજાણું કાંઈ? અલૌકિક વાત છે ભાઈ આ તો ! એણે આત્મા શું ચીજ છે. એની મહત્તા ને એની માહાભ્ય, અંદરથી કોઈ દિ' કર્યું નથી. આ કરું ને આ કરું ને આ કરું કરે શું માળા” સાંભળને આંહી ઈ તો કહે છે જગતની બધી ચીજો અરે દયા–દાન-વ્રત આદિના વિકલ્પો શેય છે, માટે જ્ઞાનનો આંહી પર્યાય છે એમ નહીં. જ્ઞાનની પર્યાય છે માટે ઈ રાગ-દ્વેષ છે એમ પણ નહીં.
હવે ઈ બધાને જાણે છે જ્ઞાનનો પર્યાય, માટે બધાં છે માટે એની તાકાતથી અહીંયાં જાણે છે એમ નથી. પોતાની પર્યાયથી જાણે છે. પણ ઈ પોતાના પર્યાયનો અંશ જે છે. એટલું જ મારું શેય છે, એમ નહીં. મને જણાવાલાયક એટલો જ અંશ શેય છે એમ નહીં. કેમ કે એ સમયનો અંશ છે એવા અનંતા અંશોનો પિંડ તો એક જ્ઞાનગુણ છે અને એવા એવા અનંતગુણનો પિંડ તે દ્રવ્ય છે. એ દ્રવ્ય તે મારું દ્રવ્ય છે (શ્રોતા એ પકડવાનું છે...!) એ પકડવાનું છે. (–એ લક્ષમાં લેવાનું છે.) આ તો માર્ગ આ છે વસ્તુસ્થિતિ આ છે આ કંઈ કોઈની કરેલી છે કે અમારી તારી એમ છે? વીતરાગ ભગવાને જેવું જોયું તેવું કહ્યું ને કહ્યું તેવું છે. કોસમજાય છે કાંઈ ? આહાહા!
કહે છે : “સ: શેયતે હું શેયરૂપ છું.” શું કીધું પર-અનંતા જોયો તે રૂપ હું નહીં. અનંતા જોયોને જાણવાનો એકસમયનો પર્યાય તેટલો હું નહીં ત્યારે “ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું” આખું ચેતનાનું આખું રૂપ જે છે ત્રિકાળ તે હું છું, તે હું શેય છું. કોઈ દિ સાંભળ્યું નહીં હોય ત્યાં, ક્યાં હતું ત્યાં? આહાહા! “તે હું શેયરૂપ છું.” આહાહા ! જણાવાલાયક એવડો હું ચેતના સર્વસ્વ વસ્તુ, ચેતના સર્વસ્વવસ્તુ! એમાં બધા ગુણો સ્વરૂપ આખું આવી ગયું ચેતના સર્વસ્વ વસ્તુ વસ્તુ વસ્તુ એ હું શેય છું, એ હું શેય છું. એવડો હું શેય છું બફમ જેવું છે. જા ઓલા દુકાનમાં વેપાર કરે કેવું ધમાધમ હાલે જુઠા–એઈ ભાઈ હુંશિયાર ત્યાં લાગે, હુશિયાર ત્યાં દેખાય-અહીં બફમ થઇ જાય. ન્યાંય હુંશિયારી કામ કરતી નથી. મફતનો અભિમાન કરે છે. ત્યાં ધૂળમાં ય કામ કરતી નથી, એને અભિમાનમાં કામ આવે.
અહીંયાં તો કહે છે કે આત્મા વસ્તુ છે, એનો એક જ્ઞાનગુણ. છે વસ્તુ જેમ સાકર છે એનો ગળપણ ગુણ છે (અને) એની વર્તમાન અવસ્થા ગળપણની એમ હું આત્મા છું, એનો જ્ઞાનગુણ છે, એની વર્તમાન અવસ્થા છે. એક અંશ એ અંશ છે એટલો શેય છું. એમ નહીં. આખી સાકર રહી જાય છે કહે છે. આત્મા ચેતના સર્વસ્વ પૂરણ ચેતનાસર્વસ્વ ઓલામાં “પંચાધ્યાયી' માં આવ્યું નથી. “ઊતરેલું છે” એમ ભાષા આવે છે ને ભાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com