________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૧૦
ધ્યેયપૂર્વક શેય
22 66
યોગ્ય જ્ઞેય છે. એમ જે માને છે તે તત્ત્વથી વિરુદ્ધ દૃષ્ટિ છે આહાહા ! સમજાણું કાંઈ ? જુઓ જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે “ અહમ્ અયં ય: જ્ઞાનમાત્ર: ભાવ: अस्मि હું જે કોઈ ચેતનાસર્વસ્વ એવી વસ્તુસ્વરૂપે છું”. હું તો ચેતના-જાણવામાત્ર વસ્તુ સ્વરૂપ હું છું. શું કહે છે કે મારા સિવાય જે વસ્તુ ૫૨શેય છે, અનંત છ દ્રવ્યો... એ બધાં શેયો છે, તે શેય છે ને હું એનો જ્ઞાયક છું એમ નહીં. બીજી રીતે, મારાં સિવાય જે અનંતા શરીરો, આત્માઓ, સિદ્ધો, ૫૨મેશ્વરો, નિગોદના જીવો જે અનંત છે એ જ મારામાં શેય છે. મને જણાવાલાયક એ ચીજ છે અને હું જાણનાર છું એટલું એનું સ્વરૂપ નથી. હજી તો પછી નાખશે પર્યાયમાં. સમજાણું કાંઈ ? ઈ મારા સિવાય છ દ્રવ્યો છે. આ શરીર, કર્મ, ૫૨મેશ્વર, અનંત નિગોદના જીવ વિગેરે ૫૨માણુઓ સ્કંધ વિગેરે એ મારાથી છે એમ તો નહીં અને એનાથી હું છું એમ તો નહીં. સમજાય છે કાંઈ ? હું એક આત્મા છું જ્ઞાનાનંદ સ્વરૂપ માટે મારાથી આ શેયો છે એમ તો નહીં અને એ શેયો છે ૫રમેશ્વર છે નિગોદના જીવો છે લોકાલોક છે છ દ્રવ્યો છે, માટે મારો જ્ઞાનનો પર્યાય છે, માટે મારો જ્ઞાનનો પર્યાય છે, એમ છે નહીં. સમજાણું કાંઈ ?
แ
ર
હવે, એટલું તો નહીં પણ “ જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ ” ચેતના સર્વસ્વ “ સઃ શેયઃ ” એ છ દ્રવ્યોને, જાણવાની વર્તમાન પર્યાયની એકસમયની લાયકાત આત્માના જ્ઞાનના એક સમયનો જે અંશ વર્તમાન એ છ દ્રવ્યોને જાણવાને લાયક પર્યાય, છ દ્રવ્યને જાણવાની લાયક પર્યાય એક સમયની મારી એ શેય છે એ નહીં. એટલો જ્ઞેય છે એ પણ નહીં. સમજાય છે કાંઈ ? કહો આંહી તો ૫૨નું કરવું ને ૫૨થી થાય એ તો ક્યાંય વાત વહી ગઈ મુલુકચંદભાઈ આ બધા હુશિયાર માણસ હોય તો બધું કરતા હશે કે નહીં શેઠે તો બહુ કર્યું છે તમાકુનું ને બધું ઓલામાં શું કહેવાય સાયકલમાં ? અમરચંદભાઇ.
કહે છે: ભગવાન સાંભળ તો ખરો એક વાર સર્વજ્ઞે જોયેલું કહેલું અને એમ છે. ૫રમેશ્વર કેવળજ્ઞાની ૫૨માત્મા જેને એક સેકંડના અસંખ્યમાં ભાગમાં ત્રિકાળીજ્ઞાન છે, એ જ્ઞાનમાં ભગવાને એમ જોયું અને છે. કે તારા સિવાયના જેટલાં ૫૨૫દાર્થો અનંત છે, અરે સર્વજ્ઞો કેવળી અનંત અને એ બધા અને નિગોદના જીવ અનંત, અનંત ૫૨માણુ, અનંતા આ શરીરના રજકણો આ શરીરના રજકણો ને આ સ્કંધો બધાં કે કર્મનાં સ્કંધપિંડ આદિ કે આ વાણી ને મન, એ બધાં જાણવાયોગ્ય શેયો, તે જાણવાયોગ્ય શેયો, એ જ શેય છે તારે માટે, એમ નથી. પ્રસન્નભાઈ કો 'સમજાણું કાંઈ ? તેમ આ ભગવાન આત્માને જ્ઞાનનો એકસમયનો પર્યાય, પર્યાય એટલે ભાવ એમાં એ છ દ્રવ્યો જણાય કેટલી તાકાત અનંતા કેળવીઓને એકસમયની પર્યાય જાણવાની તાકાત છે જીવમાં અનંતા નિગોદને અને ત્રણકાળ ત્રણલોકના ક્ષેત્રનું અમાપપણું છે, છે છે છે છે એવું જે ક્ષેત્ર અનંત આકાશ, એને પણ જ્ઞાનની એકસમયની પર્યાયમાં જાણવાની તાકાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com