________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૯ એવોય ભેદ નથી એમ કહે છે. પરશેયને (અહીંયાં) જ્ઞાન એની તો વાત છે જ નહીં. સમજાણું કાંઈ? હું એક જ્ઞાયક ને હું શેય કથનમાત્રની પદ્ધતિ છે વ્યવહારની. બાકી તો જ્ઞાનેય હું જ્ઞાતાય હું ને શેય પણ હું એનો એ એક હું છું. એવા સ્વભાવમાત્રની દૃષ્ટિ કરવી એને સમ્યગ્દર્શન અને ધર્મની ઉત્પત્તિ કહે છે. આહાહા! ભેદ કાઢી નાખ્યા ! સમજાણું?
જીવ જ્ઞાયક છે, જીવ શેયરૂપ છે. જુઓ જીવ પરશેયરૂપ છે એમ નહીં. પોતે શેયરૂપ છે ને પોતે જ્ઞાયકરૂપ છે. વચનથી ભેદ પડો, વસ્તુમાં ભેદ છે નહીં. વચનના ભેદ તે વસ્તુમાં ભેદ નહીં લ્યો ! ભાવાર્થ આમ છે કે- વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.
વિશેષ કહેશે....
*
*
*
*
*
પ્રવચન નં. - ૪ કળશ-ર૭૧ તા. ૩૦-૮-૬૮ (શ્રીસમયસાર-કળશટીકા) હવે આ કળશ. અમારે પ્રસન્નકુમાર શેઠીએ માગ્યો છે કે એ શ્લોક ફરીને લેવો. કો” સમજ્યા જુવાન માણસને પણ આ શ્લોક બહુ સારો લાગ્યો. પરમદિ' પરમદિ' ચાલ્યોને કાલે તો (વ્યાખ્યાન) બંધ હતું. ઈ સાંભળીને કહે કે: ઓહોહોહો ! ભારે બહુ સરસને? એ શેઠી. તમારા ચિરંજીવીએ આ બીજી વાર માગ્યો. (શ્રોતા બધાને પસંદ થાય એવું થાશેને ?) નીકળે એવું ખરું કાંઇ ન્યાં. આ તો શ્લોક ભાઈએ કહ્યું કે ફરીને વંચાય તો સારું અને બીજા ય કેટલાક નવા આવ્યા છે ને જુઓ કો સમજાણું એ બસેંને એકોતેર શ્લોક છે બસો એકોતેર
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનોતવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧)
અલૌકિક શ્લોક છે “ભાવાર્થ આમ છે કે શેય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.” આત્મા જાણનાર જ્ઞાન અને પરવસ્તુ શેય, એ જ શેય છે અને બીજું શેય હું પોતે પોતાનો શેય છું, એમ ભ્રાંતિ ચાલે છે, કહે છે એની ખબર પડતી નથી હું જાણનાર ને આ વસ્તુ (અંગત) જણાવા યોગ્ય તે શેય, જુઓ વસ્તુ એમ કહે છે કે એવી ભ્રાંતિ જગતમાં છે કે હું એક જાણનાર છું અને આ છ દ્રવ્ય, મારા સિવાયની ચીજો અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, રાગાદિ દ્વેષાદિ બધાં પરવસ્તુ એ બધાં શેય અને હું જ્ઞાન, એ ભ્રાંતિ છે. એમ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ? લ્યો શેય-જ્ઞાયક સંબંધ ભ્રાંતિ (ચાલે છે) “તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ તો જ્ઞાયક છે પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે.આત્મા જાણનાર છે અને મારાથી અન્ય પદાર્થો તે જાણવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com