________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
ધ્યેયપૂર્વક જોય ભગવાનના? ભગવાનનો આત્મા ત્યાં જતો હશે જડમાં? પણ આ શેઠિયાને કાંઈ ખબર ન મળે? ભાન ન મળે. રૂપિયા આપે એટલે હો હા થઈ જાય, જાવ, એય શોભાલાલજી પણ શેઠિયાને કહે કોણ ? દશહજાર વીસ હજાર આપે ત્યાં તો આહાહા ! શેઠી ! આહાહા !
અહીંયા તો કહે છે ગજબ વાત છે હોં આ શ્લોકની તો છેલ્લો હવે તો પછી બીજી ઢબ લેશે. સ્યાદ્વાદની બીજી ઢબ લેશે હા, ઈ વાણીને બીજી ઢબે લેશે. આ તો આમાં છેલ્લો બોલ મૂકી દીધો છે અભેદ કરતાં-કરતાં બધું કાઢી નાખતા અનંતશક્તિઓને દ્રવ્ય ક્ષેત્રકાળભાવને અને આ ત્રણને (જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદને) કાઢી નાખ્યાં ભાઈ એમાં તો ગજબની વાત છે, અહીં કહે છે ભાઈ તારા જ્ઞાનની પર્યાયમાં સર્વત્તની વાણી જણાણી, સર્વજ્ઞ છે આ ને સર્વજ્ઞની વાણી સમોશરણમાં, એ તારા જ્ઞાનના પર્યાયમાં, એ જણાણું એ તો તારા જ્ઞાન પર્યાયની તાકાતથી જણાયું છે, એને લઈને નહીં. એ શેયને લઈને નહીં. એ (સર્વજ્ઞની) વાણીમાં કાંઈ, આ જ્ઞાનનો પર્યાય એમાં વાણીમાં નહોતો. આહાહા ! અને વાણીમાં કાંઈ ભગવાનના ભાવ નથી આવ્યા, ભગવાનનો ભાવ તો એની પાસે રહ્યો છે. વાણીમાં તો વાણીનો ભાવ છે. સ્વ પરને કહેવાની શકિત વાણીની તાકાત વાણીનો વાણીમાં ભાવ છે. ભગવાનનો ભાવ જરીએ અડયો નથી એમાં. જેમ મૂર્તિમાં ભગવાનનો ભાવ જરીયે નથી. તેમ વાણીમાં ભગવાનનો ભાવ જરીએ નથી માળે હારે ગજબની વાત છે.
આ તો અજર પ્યાલાની વાતું છે આ શેઠ! એમાં ક્યાંય કોઈની આમાં સિફારશ કામ આવે એવું નથી (શ્રોતાઃ સિફારિશ ક્યા હૈ?) સિફારશ. સિફારિશ નથી ચાલતી તમારે? શું કહે છે ( તમારે હિન્દીમાં) સિફારશ એટલે આ શેઠને સાથે લઈ જાય મદદમાં થોડું એમ, શું કહેવાય લાગવગ લ્યોને ભાઈ લાગવગ, લાગવગ ભાઈ, આ શેઠ મોટા છે તે લઈ જાવ આપણે ત્યાં દબાઈ જશે, એમ કરીને લઈ જાય કન્યા પરણાવી દેશે, એમ આમાં લાગવગ કોઈની હાલે એવી નથી. આહાહા ! ગજબ વાત છે ક્યાં લાવીને મૂકયું. પરશેયથી ઊઠાવી લીધો, પોતાના જ્ઞાનની પર્યાયમાં એટલું જણાય એટલું જોય ત્યાંથી ઊઠાવી દીધો, ઊઠી જા ત્યાંથી. અને એટલા જ્ઞાનપર્યાયમાં આટલું બધું જાણું, તારાથી હાં તારી જ્ઞાનપર્યાયથી, એટલા જ્ઞાનમાત્ર તું? ઊઠી જા ત્યાંથી આહાહા !
કહે છે: “હું પોતાના સ્વરૂપને વે-વેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા” એ બધી શક્તિઓનો પિંડ હું જ્ઞાતા. આહાહા ! એવા નામભેદ છે. એવા ત્રણમાં પણ (જ્ઞાતા, જ્ઞાન, શેયના) નામભેદ છે. વસ્તુભેદ નથી. આહાહા! કેવો છું? “જ્ઞાનશેયકલ્લોવલ્વન્” જીવ જ્ઞાયક છે, જીવ પોતે શેયરૂપ છે, એ પણ વચનનો ભેદ છે. તેનાથી ભેદને પામું છું. સમજાય છે? વસ્તુમાં ભેદ નથી. આ પોતે જ્ઞાયક ને પોતે જ્ઞાન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com