________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
ધ્યેયપૂર્વક શેય કહે છે. એકસમયના જ્ઞાનના અંશમાં ક્યાં અટક્યો ? એટલું કયાં તારું સ્વરૂપ છે? એમ કહે છે. સમજાણું કાંઈ ? અને એક સમયનું જ્ઞાન એટલું જ તારું જ્ઞાન ક્યાં છે? આખો ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે ને આખો જ્ઞાનસ્વરૂપ છે ને અને આખો શેયસ્વરૂપ છે. ઈ ત્રણેય વચનના ભેદે ભેદ, વસ્તુમાં ભેદ નથી.
પરની હારે તો કાંઈ સંબંધ નથી. પણ પોતે શેય કહો તોય આખો, જ્ઞાન કહો તોય આખો, જ્ઞાતા કહો તોય આખો. હું અનંતુ એ પોતે ને પોતે, શું કીધું વળી. (શ્રોતાઃ અનંત શક્તિ-ગુણ કહ્યાને) ઈ અનંત શક્તિ-અનંતી શક્તિનું નહીં, ઈ અનંત શક્તિ તો એનું માહાભ્ય કહ્યું, એમ નહીં. આ તો, અનંતસ્વરૂપ જે છે, જ્ઞાન એક અંશમાત્ર નહીં, પણ પૂરણ જ્ઞાયક તે હું અને એક અંશ જેટલું જ્ઞાન નહીં, આખો જ્ઞાન, આખું બધુ પૂર્ણવસ્તુ તે હું અને પૂર્ણવતુ તે શેય. સમજાણું કાંઈ?
જુઓ આ સર્વજ્ઞપરમાત્માના કહેલાં તત્ત્વોનું રહસ્ય.
આવે છે ને શ્રીમમાં હે ભગવાન. તમારાં (કહેલાં) તત્ત્વો મેં લક્ષમાં લીધાં નહીં. એમ આવે છે. લક્ષમાં લીધાં નહીં હો. (ક્ષમાપના:- હે ભગવાન. હું બહું ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારાં કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.) તમારા કહેલાં દયા-દાનને મેં જાણ્યાં નહીં, ઓળખ્યાં નહીં હોં એમ કહે છે. સમજાણું કાંઈ?
એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે; એવા શેયરૂપ છું.” એવા શેયરૂપ છું કહીને કહે છે કે ઈ ત્રણ થઈને હું એક શેય છું. “ભાવાર્થ આમ છે, કે- હું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું જુઓ ખુલાસો કરે છે. વેદાવાયોગ્યેય હું જણાવાયોગ્ય હું, ને જાણનારોય હું જણાવાયોગ્ય હું ને જાણનારો ય હું, જણાવાયોગ્ય બીજી ચીજ ને જાણનારો હું, એમ નહીં. સમજાણું કાંઈ ? વેધ એટલે જણાવા યોગ્ય અને વેદક એટલે જાણનાર. હું પોતે જ વે-વેદકરૂપે જાણું છું. તેથી મારું નામ જ્ઞાન, પરને જાણું માટે મારું નામ જ્ઞાન એમ નહીં. હું જણાવાયોગ્ય ને હું જાણનાર માટે મારું નામ જ્ઞાન. શું કીધું સમજાય છે કાંઈ? વૈદ્યજણાવા યોગ્ય પણ હું અને જાણનાર હું. એવા જણાવાયોગ્ય ને જાણનાર એવા જ્ઞાનમાત્ર હું. જણાવાયોગ્ય ને જાણનાર એવો જ્ઞાનમાત્ર હું, તેથી મારું નામ જ્ઞાન. હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય. હું મારા પોતા વડે જણાવાયોગ્ય છું. વિકલ્પ દ્વારા નહીં, નિમિત્ત દ્વારા નહીં, પર દ્વારા નહીં. એ. ગુરુદ્વારા ય નહીં એમ કહે છે. પણ આમાં શું આવ્યું? જુઓને લખ્યું છે? હું પોતા વડે જણાવાયોગ્ય છું (શ્રોતા આપ કહો છો ત્યારે સત્ય લાગે છે) પણ સત્ તો એને પોતાને લાગે ત્યારે થાય ને અને પોતાથી જ. એમ કહે છે. અહીંયા તો સમજાણું કાંઈ ? (શ્રોતાઃ કોઈની મદદ તો હોય ને..? ગુરુ મદદરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com