________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
જ્ઞાયક સ્વભાવ, ચિદાનંદમૂર્તિ એ જણાવાયોગ્ય, એ જાણનાર જ્ઞાન અને હું મારા દ્વારા જણાઉં છું માટે હું શેય. સમજાણું ?
6
‘યતઃ ઐસી દો શક્તિયોંસે લેકર અનંત શક્તિરૂપ હૂં” ઈસલિયે મેરા નામ શાતા શું છે વળી ? આહાહાહા ! આમ ને આમ રઝળી મર્યા છે પોતે કોણ છે એને જોવા નવરો ( થતો નથી ને ) બહા૨ને જોવામાં વિકલ્પ છે, અને બંધનું કા૨ણ છે. દુઃખનું કા૨ણ છે, સમજાણું કાંઈ ?
૧૯૩
અહીંયાં તો એમ સિદ્ધ કરે છેઃ કે રાગ-દ્વેષ તો હું નહીં, પણ રાગ-દ્વેષને જાણવાની પર્યાય થાય એટલો ય હું નહીં, અને રાગ-દ્વેષ જ્ઞેય, એ ખરેખર શેય નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? આ વ્યવહાર જે વિકલ્પ ઊઠે, દયા દાન ભક્તિ એ તો વિકલ્પનું ઉત્થાન. વૃત્તિઓ છે એ ચૈતન્યસ્વરૂપ નથી. એ વૃત્તિઓ ઊઠે એને જાણું અને એ વૃત્તિઓ તે શેય એમ નહીં અને એને જાણું એવો પર્યાય થાય, એટલું જ જ્ઞાન એમ નહીં. આહાહા ! ભારે ઝીણું ભાઈ, આત્મતત્ત્વને પહોંચવા માટે અભેદપણું થવું જોઈએ, એને ઠેકાણે ક્યાંની ક્યાં લાળે ચડાવી દીધા બિચારાને ફરીને મરી જાય, હેરાન થઈને હાલ્યો જાય સમજાણું કાંઈ ?
વસ્તુ અંદ૨ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા, સત્ શાશ્વત જ્ઞાનાનંદમૂર્તિ સ્વરૂપ છે એ તો. એના સ્વરૂપમાં કહે છે ૫૨ને લઈને હું જાણું એમ નહીં, ૫૨ને જાણવાનો પર્યાય એટલો હું નહીં પણ મારો સ્વભાવ, હું પોતે જ મારા શેયને જાણું છું. જાણનાર હું છું અને જણાનારે ય હું છું એ આદિ શક્તિઓનો અનંત શક્તિઓનું સત્વ જ્ઞાયક તે પણ હું છું. એવા ચૈતન્યદ્રવ્યનો અભેદપણે આત્માનો અનુભવ કરવો, આ એનું નામ અનુભવ ને સમ્યગ્દર્શન છે. આહાહા ! માણસને માથું ફરી જાય એવું છે ને આમાં તો (શ્રોતાઃ દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને ) ધૂળમાં ય હવે, દેવ, ગુરુ,ધર્મની શ્રદ્ધા તો ક્યાંય રહી ગઈ એ રાગમાં. આંહી તો એનું જ્ઞાન ને એ શેય,એ જ્ઞાન નહીં ને એ શેય નહીં એમ કહે છે અહીંયા તો, દેવ-ગુરુ છે, વસ્તુ છે, છ દ્રવ્ય છે, બધુંય છે. દેવ-ગુરુ ન આવ્યા એમાં? સિદ્ધ આવ્યા, દેવ આવ્યા, ગુરુ આવ્યા- બધું આવ્યું એમાં, શાસ્ત્ર ન આવ્યા એમાં ? બધું આવ્યું. પણ ઈ છ દ્રવ્ય જે આત્મા સિવાય છે, એટલું જ શેય છે મારું શેય એમ નહીં. હું તો આખા મારા આત્મા વડે મને જાણું એ હું શેય છું. આહાહા !
અને છ દ્રવ્યને જાણવાની પર્યાય જેટલું જ્ઞાન હું નહીં, હું તો આખા દ્રવ્યગુણપર્યાયને આખાને જાણું એવું એ મારું જ્ઞાન છે. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ ઝીણું માળું? સંચામાં તો આમ ફટ દઈને કરે ને દસ હજા૨, વીસ હજાર પેદા થાય, હાલો હાલો આંકડો ભેગો કરી નાખે (શ્રોતાઃ લોકાલોકને જાણે છે ને!) એની એક સમયની પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com