________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
ધ્યેયપૂર્વક જોય જાય હેં? ઘણું જાણું અમે તો ઓહોહોહો ! પેટ ફાટી જાય એનું તો! હું બીજાને કહે કે મને આમ આવડે છે જુઓ અધિક માનજો મને બીજા કરતાં હોં આટલું મને આવડે, આમ શું થયું તને ઈ અહીંયાં કહે છે તને તારા જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળી જણાય, એટલું તારું જ્ઞાન હોય, તેટલા જ્ઞાનને પણ તું તારું માન શેયને તો પણ તું મૂઢ-મિથ્યાષ્ટિ છો આહાહા ! સમજાણું કાંઈ ?
ન્યાય સમજાય છે કે નહીં આમાં? કાંઈ એવી વાત નથી કે નો” પકડાય એવી. લ્યો સમજાણું કાંઈ? જ્ઞાનનો એકસમયનો પર્યાય, કેવડો મોટો કે જેમાં છ દ્રવ્ય જણાઈ જાય એવડો મોટો તો હું ખરો કે નહીં? છ દ્રવ્યમાં ક્યું શાસ્ત્રનું બાકી રહી ગ્યું કેવળજ્ઞાનીઓ બાર અંગના ભણનારા પણ એની જ્ઞાનની પર્યાયમાં આવી ગયા છે. આહાહા ! મનઃ પર્યયજ્ઞાનીઓ, કેવળજ્ઞાનીઓ, ચૌદપૂર્વના ધરનાર, બાર અંગના ધરનાર, અલ્પજ્ઞ ધરનાર ને ગુણના પૂરણ ધરનાર શક્તિરૂપે અને એવા દ્રવ્યો બધાં જ્ઞાનની પર્યાયમાં આહાહા! એક સમયની પર્યાયમાં આટલું આવ્યું છતાં, એટલા શેયમાત્ર હું નહીં હોં આહાહા ! ઈ પરથી તો ભિન્ન છે જ. પણ એટલો પર્યાય જેટલો હું નહીં, એમ અહીંયાં તો સિદ્ધ કરવું છે. આંહી તો હજી એક સમયની પર્યાય, એટલું એ ય નહીં ને એટલું જ્ઞાન નહીં. આખું દ્રવ્યનું જ્ઞાન ને દ્રવ્યનું શેય આખું રહી જાય છે એમ કહે છે. સમજાણું કાંઈ? આખો ભગવાન પૂર્ણ અખંડાનંદ પ્રભુ જે શેયરૂપ છે અને જે જ્ઞાનરૂપ છે એ આખો શેય ને જ્ઞાન પર્યાયમાં ન આવે, અને એક જ પર્યાયનો અંશ જ શેય તરીકે જણાય ને મનાય અને એટલો જ જ્ઞાનમાત્ર આત્મા માને, એને આત્મા જાણ્યો જ નથી, એની પર્યાયબુદ્ધિ, મૂઢ મિથ્યાદષ્ટિબુદ્ધિ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
ઓહો સંતોની કથની ઘણું સહેલું કરીને મૂકયું છે. એની આત્માની મોટપની શક્તિનું માપ કાઢવા ઘણી સહેલી રીતથી વાત મૂકી છે (છતાં) કહે, પકડાતું નથી પ્રભુ તને? ભાઈ ! તારી જ્ઞાનની એકસમયની અવસ્થા, એ બધી આ રાગ વિકલ્પ હો, શરીર વાણી કે મન હો એ બધાં છ દ્રવ્યો હો, અનંતા કેવળી હો એટલો પર્યાય જાણે તો એટલી પર્યાય શેયને જાણે એટલી જ પર્યાય શેયમાત્ર તારી છે? એટલું જ શેયમાત્ર તું છો? ભાઈ અને એ પર્યાયમાત્ર તારા જ્ઞાનનો અંશ માત્ર તારું જ્ઞાન આટલું જ જ્ઞાન છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે “હું જ્ઞાયક ને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી” આહ બીજાં-છ દ્રવ્યોને હું રચું ઈ તો એની સત્તાથી રહેલાં છે. છ દ્રવ્ય તેના ગુણ ને તેની પર્યાય એટલે કાર્ય, તે બધાં તેનાં કાર્ય કારણથી રહેલાં છે. મારે કારણે કાર્ય નહીં ને મારે કારણે એ કારણ નહીં, અથવા એનો હું કારણ અને એ મારા કાર્ય અથવા એ કારણ ને મારું કાર્ય (એમ તો નથી.) જ્ઞાનની પર્યાય, એ છ દ્રવ્યને જાણે, તેથી તે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com