________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
ધ્યેયપૂર્વક જોય જણાય આહાહા! શ્રુતજ્ઞાનની પર્યાયમાં હોં, શ્રુતજ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતાકેવળી જણાય. એમ છતાં, એકસમયની પર્યાય જેટલું મારું જ્ઞાન નહીં એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો જણાય પદ્ધવ્ય છે કે નહીં? શું કીધું આ? આહાહા !
મારો જ્ઞાનનો પર્યાય, શ્રુતજ્ઞાનનો વર્તમાનમાં, એક અંશ જે છે ઈ અનંતા સિદ્ધોનાકેવળીનું સ્વરૂપ અનંતા જે છે, એને શેય તરીકે મારો પર્યાય જાણે છે! પણ કહે છે એટલા બધા અનંતા કેવળીઓ, અનંતા સિદ્ધો ને એનાથી અનંતગુણા નિગોદ આદિ, એની સર્વજ્ઞશક્તિઓ અનંતી બધાની, ઓહો, સમજાણું કાંઈ? સર્વજ્ઞ અનંત પ્રગટ અને સર્વજ્ઞશક્તિવંત અવ્યક્ત અનંત આત્માઓ અને એક એક પરમાણુ સર્વસ્વ અનંતગુણોનો પિંડ છે એ તો જડ અચેતન એની પર્યાયમાં, પૂરણતા અનંત ગુણી પર્યાય બધી ઘોળી, લીલી આદિ પર્યાયો- એ બધાંને મારાં જ્ઞાનની એક સમયની પર્યાય શેય તરીકે જાણે, એટલો એકસમયનો પર્યાય જેટલું ને એવડું જાણે તેટલો પર્યાયમાત્ર હું નહીં. આહાહા ! શોભાલાલજી ! ભારે વાત પણ એક સમયની પર્યાયમાં અનંતા કેવળીઓને જાણે સર્વજ્ઞશક્તિવંતને જાણે છે ને આહાહા ! અને તે અંશ જે છે, તેટલું શેય પણ નહીં અને તેટલું જ્ઞાન પણ નહીં, એમ કહે છે. આહાહા ! રાજમલજી આ તો લોજિકથી વાત ચાલે છે. એક સમયના અંશની જ્ઞાનદશા, તેટલું જ શેય? બાકી બધી વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ, ચૈતન્યપિંડ આખો ચૈતન્યસર્વસ્વ રહી જાય છે ને શેયમાં આખો રહી જાય છે ને અને જ્ઞાનમાં પણ આખો રહી જાય છે, આખું સ્વરૂપ જ્ઞાનમાત્ર ચૈતન્ય છે. સમજાણું કાંઈ? આહાહા!
રાગને કરવું અને રાગને રચવું એ તો મારામાં નથી, પણ રાગને જાણવું એવી જ જ્ઞાનની પર્યાય, એટલો પણ હું નથી. સમજાણું કાંઈ? વ્યવહારનો વિકલ્પ ઊઠે દયા દાન આદિ વિકલ્પો એ પરશેય છે. એ પરણેયનું જ્ઞાન મારી પર્યાયમાં થાય, એટલો પર્યાય પણ શેય સ્વશેય એટલું નહીં. સ્વજોય એટલું નહીં ને સ્વજ્ઞાન એટલું નહીં. સમજાણું કાંઈ? હું એ વ્યવહારવાળો ને છ દ્રવ્યવાળો તો નહીં. હું એ વ્યવહારવાળો, છ દ્રવ્યવાળો, બાયડી છોકરાંવાળો, આસ્રવવાળો એવો તો હું નહીં, પણ એ સંબંધીનું મારી જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન થાય, એવડો હું જ્ઞાન નહીં ને એવડું હું શેય નહીં. શેઠી આહાહા ! શેના અભિમાન થાય, કહે છે આ છ દ્રવ્ય જાણ્યા બાપુ છ દ્રવ્ય જાણ્યા હોય તો એ તો જ્ઞાનની પર્યાય એક અંશ છે એમાં થયું શું આહા ! અને એટલું જ જ્ઞાનમાત્ર ભગવાન તો એવા અનંતા અંશનો પિંડ એક ગુણ છે અને એવા-એવા તો અનંતા ગુણનો પિંડ તે દ્રવ્ય છે એવું જે ચૈતન્યનું સર્વસ્વ આખું, આનું દ્રવ્યગુણપર્યાય ચૈતન્યનું સર્વસ્વ એ શેય છે. ચૈતન્યનું દ્રવ્યનું ગુણનું પર્યાયનું સર્વસ્વ તે શેય છે, એકસમયનો પર્યાય તે જોય અને એક સમયનો પર્યાય તે જ્ઞાન, એટલો હું નહીં. બહુ આકરું આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com