________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૩ દ્રવ્ય કારણ ને મારી જ્ઞાનની પર્યાય કાર્ય એમેય નથી. અને મારી જ્ઞાનની પર્યાય કારણ ને છ દ્રવ્યને રાખે એવું પણ છે નહીં. સમજાણું કાંઈ. આહાહા! આ તો પરમાત્માના તળિયાં તપાસે છે. પરમાત્માનાં તળિયામાં કેટલું પડયું છે અંદરમાં તળિયા સમજતે હૈં? એ કૂવામાં જાતે હૈં ને પાનીમેં પડતે હૈં ને તાગ લાતે હૈં, તાગ સમજે વો (શ્રોતાઃ ભીતરમેં સે) હા, અંદરમેં સે કોશિયો- કોશિયો હોય ને પડે પાણીમાં. પછી અંદર ઠેઠ (તળિયે) જાય, હાથમાં લઈ આવે (તળિયાંની) રેતી-રેતી એમ પરમાત્માનો તાગ લે છે. પરમાત્માનો શક્તિનો મોટો કૂવો એનો તાગ લે છે અહીંયાં આહાહા ! જ્ઞાનની પર્યાય, પૂર્ણાનંદ કેવળજ્ઞાન આખો (પૂર્ણસ્વરૂપ) એકલો જ્ઞાયકસ્વભાવનો પિંડ, એવા કેવળજ્ઞાની ને અનંતા સિદ્ધોને જાણે અને અનંતા સર્વજ્ઞ અનંતા આત્માને જાણે તો આત્મામાં સર્વજ્ઞશક્તિ દરેકમાં છે, એવું પણ જ્ઞાનપર્યાય જાણે કે નહીં.? (જાણે) પ્રગટપણે છે ઈ સર્વજ્ઞોને જાણે અને અપ્રગટપણે એવા દ્રવ્યોને જાણે આહાહા ! હું? એવા-એવા અનંતગુણા આત્માઓ ને એનાથી અનંતગુણા પરમાણુઓ અનંતગુણા આત્મા છે ને સિદ્ધ કરતાં અનંત છે, એથી અનંતગુણા પરમાણુઓ છે, એથી અનંતગુણો ત્રિકાળ, એથી અનંતગુણા ક્ષેત્રના પ્રદેશ આકાશના, આહાહા ! એને જ્ઞાનની એકસમયની પર્યાય શેય તરીકે જાણે, છતાં તે એક સમયનો પર્યાય તે શેય પૂરતું નહીં, એટલું શેય હું નહીં આહાહા! મારે જાણવાનું તો તે થી અનંતગણું જોય રહી જાય છે સમજાણું કાંઈ? અને એટલો જ્ઞાનનો અંશમાત્ર હું જ્ઞાન નહીં, એથી તો અનંત-અનંત ગુણા અંશનો ઘરનાર જ્ઞાન, એવા અનંતગુણનો ધરનાર દ્રવ્ય રહી જાય છે. સમજાણું કાંઈ?
બાપુ આ તો ધર્મના માર્ગ છે એ વીતરાગના માર્ગ રસ્તા, એ વીતરાગના મારગડા ઓળખવા કઠણ પ્રભુ ઓહોહોહો ! અને જેણે એ જાણ્યા, એ વીતરાગ થયા વિના રહે નહીં. આહાહા! એવી વસ્તુ ભગવાન સિવાય (બીજે હોઈ શકે નહીં) પરિપૂર્ણ દ્રવ્યને કઈ રીતે સિદ્ધ કરવા માગે છે આહાહા !
ઈ પર્યાયથી અનંતગણું તો એ જ્ઞાન છે, એક ગુણ છે. એવા અંશો, એક અંશમાંછદ્રવ્ય આદિના ગુણપર્યાયોને જાણે એવા એક અંશથી અનંતગુણો તો જ્ઞાન ગુણ એક છે. એથી અનંતગુણા તો બીજા ગુણો છે ઈ અનંતગુણા ગુણનું રૂપ, આખું દ્રવ્ય, તે આખું શેય છે આહાહા ! ઓલા-ગુણભેદ તો કાઢી નાખ્યા 'તા. ઓલામાં-અનંતશક્તિમાં કાઢી નાખ્યાતા ને? એકલો. - હવે, અહીંયાં તો ઈ કહે છે: એવડો એક ગુણને એવડો એક અંશ ને એવા અનંતગુણ (નો પિંડ), એટલું એ એકરૂપ ત્રિકાળ એકલું ચૈતન્યસર્વસ્વ આત્મા તે મારા જ્ઞાનની પર્યાયનું શેય અને તેટલો આખો તે હું જ્ઞાન સમજાણું કાંઈ ? આહાહા ! ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com