________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૧ આ ટાંકણે જુઓ ને નિર્માણનું છે ને દિવસ છે ને? તો કહે છે કે આટલું શેય હું નહીં. શેનું અભિમાન કરવું છે? એટલો જ્ઞાન હું નહીં એટલા અંશનું જ્ઞાન શેય માને તો મિથ્યાષ્ટિ છે. એમ કહે છે. સમજાણું કાંઈ ? એક સમયની જ્ઞાનની અવસ્થા ને છદ્રવ્ય જાણે એટલી તાકાતવાળી એટલું જ જીવનું શેય માને, અને એટલો જ પર્યાય જ્ઞાન સ્વરૂપ એટલો જ છે એમ માને, પર્યાયબુદ્ધિ છે મિથ્યાદેષ્ટિ છે આહાહા ! કહો, ભારે વાતું ભાઈ આવી વસ્તુ વસ્તુ વસ્તુ એવી છે ભાઈ એવા એવા અનંતા અંશો તો પી ગયો છે જ્ઞાનગુણ, એકસમયમાં અનંતા કેવળજ્ઞાન જણાય, અનંતા સર્વજ્ઞ જીવો, સર્વજ્ઞ શક્તિવાળા સર્વજ્ઞ શક્તિવાળા એક સમયની પર્યાયમાં જણાય, એવું તો એક સમયની પર્યાય પી ગઈ છે એને, અને હવે એવી એકસમયની પર્યાયનો અંશ તો જ્ઞાન અનંતને પી ગયો છે અંદર, હવે એટલો અંશ ક્યાં તું શેય અને જ્ઞાન છો? આહાહા ! સમજાણું કાંઈ?
કહ્યું ને જુઓ કે “જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” “અહમ્ અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું. છે ને “સઃ શેયઃ” તે હું શેય છું. હું શેય આટલો ચૈતન્યમાત્ર આખું સ્વરૂપ પૂર્ણાનંદ વસ્તુ તે શેય છું તે મારું જોય ને તે હું જ્ઞાન ને તેનો હું શાતા આહાહા ! કો” સમજાય છે કાંઈ? આવી વાત સર્વજ્ઞ સિવાય, ત્રિકાળમાં ક્યાંય હોઈ શકે નહીં, કારણ કે વસ્તુ જ આવી ભગવાન આત્મા એક સમયના પર્યાયમાં બધું જણાય જેટલો નહીં. આહાહા! હું તો આખું ચૈતન્ય સર્વસ્વ દ્રવ્યમાં ભરેલું જ્ઞાન ગુણમાં ભરેલું જ્ઞાન, અનંતા ગુણમાં વ્યાપેલું જ્ઞાન ઈ બધો આખો આત્મા થઈને હું અશેય છું. એક સમયના પર્યાયનો શેય માત્ર નહીં, પણ સર્વસ્વજ્ઞાનમાત્ર આખો આત્મા તે હું સ્વય છું આહાહા!
જ્ઞાનમાત્ર “સઃ શેયઃ ન એવ” પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી એમ કહે છે. એક પદના ટુકડા બે કર્યા “જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” સઃ જોય સમજાય છે?
ન એવ” શું કહે છે પણ હું એવા શેયરૂપ નથી, કેવા શેયરૂપ નથી “જોયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર શેય એટલો હું નથી. સમજ્યા શું કાંઈ ? “ શેયજ્ઞાનમાત્રઃ” શેયના જ્ઞાનપણા માત્ર તેટલો હું નથી. આહાહા ! જ્ઞાનની એક સમયની અવસ્થા, એ છ દ્રવ્યને શેય તરીકે જાણે, તેટલો હું શેયરૂપ નથી. “ન એવ” શેયરૂપ નથી, તેટલા શેયરૂપ નથી. સર્વસ્વજ્ઞાયકસ્વરૂપ ત્રિકાળ છે તેટલો તે હું શેયરૂપ છું અસ્તિ નાસ્તિ કરી. આહાહા! ભારે કઠણ પડે માણસને પણ સહેલું છે આ એની ચીજ આ રીતે જ છે. જે રીતે હોય એમ પ્રાપ્ત થાય કે જે રીતે ન હોય એમ પ્રાપ્ત થાય ? સમજાણું કાંઈ ? આહ “ શેયજ્ઞાનમાત્ર: ન એવ” પોતાના જીવથી ભિન્ન જે છે દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર, “તે શેય તેટલો હું નહીં ” આહાહા!
આંહી તો હજી થોડા ઘણા શાસ્ત્રનું ભણતર જ્યાં થાય ત્યાં તો માણસને એવું થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com