________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૯ શેયને છ દ્રવ્યને જાણવાનો જે પર્યાય મારો વર્તમાન, એટલું જ જ્ઞાન છે? અને એટલું જ શેય છે? આહાહા ! સમજાય છે કાંઈ? ના. “ જેમ હુમણાં કહેવામાં આવે છે તેમ છે.'
અહમ્ અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું એકલો જ્ઞાતા-દષ્ટા ચૈતન્ય સ્વભાવ પૂરણ સ્વરૂપ સર્વસ્વ ચૈતન્ય સ્વરૂપે હું છું. સમજાય છે? “ એવી વસ્તુ સ્વરૂપ સ્વજોય તે હું શેયરૂપ છું” દેખો હું એકવસ્તુ ચેતન અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાનમૂર્તિ તે હું શેય છું. છ દ્રવ્ય શેય, એટલો નહીં, છ દ્રવ્ય શેય એ જોય નહીં. છ દ્રવ્યના શેયનું જ્ઞાન, એટલું જ્ઞાન નહીં અને છ દ્રવ્ય શેય તે ય નહીં. શેઠી ! અજર પ્યાલા છે આ આહાહા! આહા! શું કહે છે? કહે છે કે મારા સિવાય જેટલાં છ દ્રવ્ય છે, એના દ્રવ્યગુણપર્યાયને હું રચું તો નહીં કરું તો નહીં પણ તે શેય જે છે. છ દ્રવ્યો મારી જ્ઞાનની પર્યાયમાં જણાવાલાયક એટલો શેય જ છું ને એ જ્ઞાનની પર્યાય એટલું જ જ્ઞાન છું એમ નહીં. સમજાણું કાંઈ ? ધીમેથી સમજવા જેવી વાત છે, આ તો તે એકદમ ભગવાન આત્મા ચૈતન્યસર્વસ્વનો પિંડ આખો તે પોતે પોતાનું શેય છે એક સમયની પર્યાય, છ દ્રવ્ય જેમાં જણાય. છ દ્રવ્ય જણાય એટલો જ શેય અને એટલું જ જ્ઞાન? કે ના એટલો નહીં. એ પર્યાય તો એક અંશ થઈ ગયો. સમજાણું કાંઈ ? આહાહા!
“ચેતનાસર્વસ્વ એવી હું વસ્તુ પૂર્ણ સ્વરૂપ સ્વજોય તે હું શેયરૂપ છું” કો” સમજાય છે કે નહીં આમાં રતિભાઈ શું પુસ્તક, પુસ્તક લીધું નથી? એને સમજાય નહીં એમાં અંદર, શું કરે? પુસ્તકના આ શબ્દનો અર્થ (આ) થાય છે ખબર પડે ને કે આ શબ્દનો આ અર્થ છે આમાં! એમાં ઘરે (વાંચે તો) મોં-માથે હાથ આવે એવું નથી ગજનો આંકો સૂઝે એવું નથી ત્યાં આહાહા !
કહે છે કે તું કેવડો ને ક્યાં છો? શું તું જ્ઞાનની એકસમયની પર્યાયમાં છ દ્રવ્યો જણાય તેટલું શેય, તું છો? અને તેટલું જ્ઞાન તું છો? આહાહા! રાગ આદિ તો નહીં, પુણ્ય પાપ તો નહીં, કર્મ શરીર નહીં, આ છ દ્રવ્યનું કરવું રચવું તો નહીં, પણ છ દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાનમાં શેયરૂપે થાય, એટલોય પર્યાય જે શેય થાય, એટલું શેય નહીં, અને એટલું જ્ઞાન? એટલું જ્ઞાનેય હું નહીં. આહાહા ! સમજાય છે કાંઈ ? સમજમેં આતા હૈ કે નહીં શેઠ? સૂક્ષ્મ છે!
આહાહા! ભગવાન આત્મા, ચૈતન્યસર્વસ્વ જેનું સ્વરૂપ, ચૈતન્યસર્વસ્વ જ્ઞાયક જેનું સ્વરૂપ એમાં એકસમયની પર્યાયમાં પદ્રવ્ય જણાય, એટલો પર્યાયમાત્ર શેય કેમ હોય ને એટલો પર્યાયમાત્ર જ્ઞાન હું કેમ હોઉં? હું તો સર્વસ્વચૈતન્યમૂર્તિ આત્મા છું. સમજાણું કાંઈ ? આહાહા ! અભેદના આશ્રયનો, આશ્રય કરવો ઈ અભેદ કેવો, એમ અહીં વર્ણવે છે! એક સમયની (જ્ઞાન) પર્યાયમાં છ દ્રવ્યો જણાય ઓહો અનંતા કેવળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com