________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૯૪
ધ્યેયપૂર્વક શેય લોકાલોક જણાય હિર્મુખે, એટલું ય મારું જ્ઞાન નહીં ને એટલો ઈ મારો શેય નહીં, લે એમ કહે છે અહીંયાં તો, શું કહે છે ? આ જગત-ચૌદ બ્રહ્માંડ છે ને ખાલી ભાગ છે અનંત, ખાલી ભાગ છે ને ખાલી, ખાલી, ખાલી, ખાલી, અનંત અનંત એ મારાં શેય અને હું એને જ્ઞાનની અવસ્થામાં જાણું એટલું ઈ શેય નહીં ને એને જાણવાવાળો પર્યાય, એટલો એ જ્ઞાને ય નહીં. ભાઈ ! હું તો આખા દ્રવ્યગુણ મારા અનંતગુણનો પિંડ જ્ઞાયક એને હું શેય તરીકે હું જ્ઞાનમાં જાણું ને શાયક પણ હું એવા ત્રણ પ્રકા૨ના ભેદ પણ મારી ચીજમાં નથી. એવી વસ્તુની અનુભૂતિ થવી, આ એનું નામ સમ્યગ્દર્શન, એનું નામ આત્માનો સાક્ષાત્કાર આ એનું નામ મુક્તિનો ઉપાય આરે આવું બધું કરવા જશો તો પછી આ કોઈ ક૨શે નહીં કહે છે. આ મંદિર, મંદિરની પૂજા, એક તો જુવાનિયા કરતા નથી, અને વળી જો આવું એની પાસે મૂકશો તો જુવાનિયા ભાગશે નાસ્તિક થઈને કહે, અરે ! સાંભળને માળા હવે, એને ક૨વા કાળે એવો વિકલ્પ આવ્યા વિના રહે નહીં, ભક્તિ આદિ હો, પણ એ શુભભાવ છે, એ હો, એની કોણે ના પાડી છે પણ એ શુભભાવ, એ આત્માનું એટલું જ શેય છે એમ નહીં, આખા લોકાલોકનું શેય પણ એટલું જ શેય છે એમ નહીં, આખા લોકાલોકને જાણવાનો પર્યાય, એટલાં જ્ઞાનમાત્ર છું એવોય નહીં. સમજાણું કાંઈ ? આહાહા!
ભગવાન આત્મા અનંત અનંત જેના એક ગુણમાં જ્ઞાનમાં, અનંત કેવળજ્ઞાન સમાઈ ગયાં, એક સમયમાં લોકાલોક જાણે અને ઈ મતિમાં ને શ્રુત જ્ઞાનમાં ય જણાય છે ને કેવળમાં ય જણાય. પણ એવી એવી તો અનંતી પર્યાય, જેના એક ગુણમાં સમાઈ જાય, એવા એવા અનંતા ગુણનું એકરૂપ, એ મારું શેય, એને જાણનારું જ્ઞાન તે જ્ઞાન, એ આખો જ્ઞાયક, તે હું એક છું, સમજાણું કાંઈ ? આહાહા !
લાકડું નથી જણાતું એમ કહે છે અત્યારે તો. લાકડું જણાતું નથી, જ્ઞાનનો પર્યાય, એ પણે પરિણમ્યો છે તે જણાય છે. છતાં, એ શેય છે તેટલું જ શેય મારું છે એમ નથી. આ લાકડાનો દાખલો આપ્યો એમ લોકાલોક. મારું શેય જણાવા યોગ્ય લોકાલોક છે એટલું શેય નથી મારે. મારું શેય તો અનંતગુણનો પિંડ આખો જ્ઞાયક અને દ્રવ્યગુણપર્યાય આખું તે મારું શેય છે. અને આ લોકાલોકને જાણવા જેટલી એની જ્ઞાનની પર્યાય, અવસ્થા એટલું મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો અનંતાદ્રવ્યગુણનો પિંડ એવો ભગવાન આત્મા, એના ગુણપર્યાય, એને જાણનારું જ્ઞાન, એવા જ્ઞાનવાળો (છું). ઈ તો ઊણો થયો જણાવા યોગ્ય ય હું ને જાણનારે ય હું ને શાયકે ય હું ભારે ભારે વાત ભાઈ આવી વાત, આ આત્મવિધા છે આ સમજાય છે ? ( શ્રોતાઃ બહારમાં ઊડી જાય છે) બહારમાં ઊડી ગયું છે ને અંદરમાં છે જ કે દિ ' હતું ત્યારે ઉડે ને ? બા૨નું રહેશે, જ્યાં સુધી રાગ છે, રાગ છે, ત્યાં સુધી હો દેખાશે ક્રિયા પણ શરીરની થવાની હોય ઈ થશે, પૂજા-ભક્તિ,
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com