________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
ધ્યેયપૂર્વક શેય નથી મફતનો માનીને બેઠો છે આહાહા!
ભગવાન આનંદમૂર્તિ છે આત્મા, આત્મામાં નિત્ય અતીન્દ્રિય આનંદરસ પડ્યો છે, એને આત્મા કહીએ. આ પુણ્ય-પાપના વિકલ્પ છે ઈ તો આત્મા નથી, ઈ તો વિકાર છે. શરીર, વાણી, મન તો જડ-માટી છે. અતીન્દ્રિય આનંદ છે એટલો પણ હું જોય નથી એમ કહે છે અહીં તો. અને એનું જ્ઞાન કરવું એટલું ય મારું જ્ઞાન નથી. અને અતીન્દ્રિય આનંદ એટલો ય હું જ્ઞાયક નથી. આહાહા! સમજાણું કાંઈ ? અતીન્દ્રિયઆનંદ પ્રભુ એવા તો અનંતા અનંત ગુણ આત્મામાં છે. સ્વભાવ છે ને સ્વભાવને ક્ષેત્રની મર્યાદાની જરૂર નથી. એના સામર્થ્યની જરૂર છે એક એક અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયશ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતા એવા અનંતગુણરૂપ એક એનું જે જ્ઞાન તે જ્ઞાન, અને એ જ્ઞાયક તે હું, અને તે મારું શેય બીજું શેય એમ નહીં. પણ ઈ ત્રણના ભેદેય વચનમાત્ર છે એમ કહે છે અહીયાં તો પોતામાં જ્ઞાન-શેય ને જ્ઞાતા એ વચનનો કલ્લોલ છે. વિકલ્પનો કલ્લોલ છે ઈ, વસ્તુમાં ઈ નથી એમ કહે છે. જુઓ “જ્ઞાનશેયંકલ્લોલવલ્ગનું” એ વસ્તુના ત્રણ નામ ભલે પડયા મારામાં ને મારામાં હોં? પરની હારે કાંઈ નહીં.
હું અનંતગુણનો પિંડ જ્ઞાયક હું પોતે જ્ઞાન બધાને જાણે એવો હું જ્ઞાન અને હું મને મારા દ્વારા જણાઉં એવો હું શેય એ નામભેદ હો, સમજાય છે? વસ્તુભેદ નથી. વસ્તુમાં ઈ ત્રણ પ્રકાર નથી, વસ્તુ તો એકાકાર બધું છે એ જ્ઞાન-શેય ને જ્ઞાયક એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ? “છઠું ઢાળા” માં આવે છે. આવે છે કે નૈ જ્ઞાન જ્ઞાતા ને શેય! ઈ બધું લીધું છે અહીંયા નયનું “ઉદયતિ ન નયશ્રી રૂમેતિ પ્રમાણમ્'
ભગવાન સ્વરૂપમાં જ્યાં અંતરમાં અનુભવમાં આવે, નયની લક્ષ્મી સંતાઈ જાય છે; નિક્ષેપ કાંઈ દેખાતો નથી. પ્રમાણ-પ્રમાણ બધું આથમી જાય છે!
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે વચનના ભેદ છે વસ્તુમાં ભેદ નથી.” સમજાણું? ગોળ કહો, ગળપણ કહો અને ગળપણની મીઠાશ કહો એ બધું એક જ છે. એમ શેય કહો તોય હું જણાવાયોગ્ય હોય તોય હું, જાણનાર હોય તોય હું, અને એવી અનંતશક્તિનો પિંડ જ્ઞાયક હોય તોય હું છું ) કો” હવે આમાં ઊડી જાય છે કે નહીં બધું? ઊડી તે, અંદરની દૃષ્ટિમાં ઈ છે જ નહીં કાંઈ. જ્યારે, અંતષ્ટિમાં સ્થિર રહી ન શકે, ત્યારે એવો શુભવિકલ્પ હોય છે, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ હોય છે તો એટલું ય તરીકે પણ છું એમ એ વખતે જ્ઞાની માનતો નથી. અને એના જ્ઞાન તરીકે એનું જ્ઞાન એટલું જ્ઞાન છું એમ પણ જ્ઞાની માનતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા!
એ ચૈતન્યના અંતરના રહસ્ય ને મર્મ એણે કોઈ દિ' જોયાં જ નથી અનંત કાળ ઢસરડા કાઢીને, મરી ગ્યો. ત્યાગી થ્યો, સાધુ થ્યો, બાવો થ્યો, મરી ગ્યો કરીને, દીક્ષા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com