________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૫ જે થવાનું હોય તે પણ એના સ્વરૂપમાં જુઓ તો મૂળદેષ્ટિમાં, એ વિકલ્પ અને એનું જ્ઞાન અને એનું સામે શેય, એટલો આત્મા નથી. એમ દૃષ્ટિમાં આત્માને ન લ્ય, ત્યાં સુધી ઓલો વિકલ્પ ને ઓલાને વ્યવહાર પણ કહેવાતો નથી. એમ કહે છે આરે ! રાડ નાખે છે, કેટલાક તો જુવાનિયાને બાપુ એને સત્ વસ્તુ છે, ઈ સત્ સમજતાં એને સથી ભ્રષ્ટ થશે? સમજાય છે?
આમ તો અનાદિથી ભ્રષ્ટ છે જ. વસ્તુની સ્થિતિ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ કંદ આત્મા એના અનંતગુણનો એક રસકંદ એનાથી તો પતીત છે જ. રાગને પોતાનો માને છે શરીરને પોતાનું માને છે અથવા અલ્પજ્ઞદશા વર્તમાન એની પોતાની માને છે, એવડી જ છે એમ માને છે, એ પતીત તો છે જ સમજાણું કાંઈ ? મહા ચૈતન્ય સાગર ભગવાન આત્મા, અનંત ગુણનો સાગર, ચૈતન્ય રત્નાકર જેના એકેક ગુણમાં આખા લોકાલોકને જાણે એવી એક એક પર્યાય, એવી અનંતી પર્યાય તો એના એક ગુણમાં પડી છે એવા અનંતગુણનો ભગવાન આત્મા, એ મારું શેય છે. લોકાલોક એ શેય નહીં એમ કહે છે. એને જાણવું એ મારું જ્ઞાન છે અને એ બધું થઈને હું આખો જ્ઞાયક છું આહાહા ! સમજાણું કાંઈ ? સમજાય છે આ? આ સમજાય છે એમ કહીએ ને ઓલું બધું બહારનું તો સમજાય જ ને માને છે ને. ભારે ભાઈ વાત આવી.
ઈસલિયે મેરા નામ જ્ઞાતા એસા નામ ભેદ હૈ વસ્તુભેદ નહીં હૈ.” શું કહે છે? મારામાં એવું જણાવા યોગ્ય, જાણનાર, બધી શક્તિનો પિંડ તે જ્ઞાયક એવા નામભેદ હો વચનમાં બોલવા માટે વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અખંડાનંદપ્રભુ ચૈતન્ય હીરો આખો અખંડ છે એને અંતરમાં નજરમાં લેવો ને એમાં અભેદમાં અનુભવ કરવો, આ એનું નામ ધર્મ અને શાંતિ છે. એ વિના ધર્મ ને શાંતિ ત્રણકાળમાં બીજે ક્યાંય છે નહીં સમજાણું કાંઈ?
માળે કોઈ દિ' નજર, જગતની ચીજ હોય તો જોવા માટે નજર નાખી ને આમ ઝીણવટથી જુવે, પણ જોનાર એને એ જોનાર પોતાને કેમ જોવો એની ખબર ન મળે! જે નજરે પરને જોવા માગે છે ટગ ટગ કરીને એ નજરે પોતે કોણ છે એમ જોવાની નજર કરતો નથી (શ્રોતાઃ નજર કેમ થતી નથી!) કરતો નથી માટે થાતી નથી. કેમ હશે? આહાહા ! આ પણ બહારમાં પાંચ-પચાસ લાખ રૂપિયા (નો) દરોડો પડતો હોય? હેં?
ન્યાં સારું નજર ટગટગ કર્યા કરે આ પૈસા આવ્યા, આ પેદા થયા આ વધ્યા! શું વધ્યું પણ તને ? ધૂળ વધી? (શ્રોતાઃ એમાં પણ સુખ કેટલું છે!) સુખ નથી, દુઃખનો ઢગલો છે એ વખતે એ મને મળ્યા એવો ભાવ દુઃખનો ઢગલો છે, મૂઢ થઈને માને કે સુખ છે એ તો કોણ ના પાડે? કો એ નક્કી કરવું પડશે ને કે આ શું કહે છે? શું હશે? હેં? ના, ના હમણાં અનુભવ થાય છે ને થોડો થોડો એ તો અનાદિનો એમ જ છે. ધૂળમાંય કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com