________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
ધ્યેયપૂર્વક જોય જોનાર છું ને આ જણાય છે એવો ભેદેય એમાં નહીં એમ કહે છે અંદરમાં આ તો વાત બહિરબુદ્ધિમાં ગઈ, કે આ શેય જણાય અને હું જાણનાર એ તો બહિબુદ્ધિમાં ગઈ વાત પણ હું એક જણાવાલાયક ને હું જાણું જ્ઞાનદ્વારા અને જ્ઞાયક, એવા ત્રણ પ્રકાર પણ આ વસ્તુ ઉપર દૃષ્ટિ પડતાં, એ ત્રણ પ્રકાર ભેદષ્ટિ રહેતી નથી. ઓહોહોહો ! (શ્રોતા ઈ તો અદ્વૈત બ્રહ્મ થયું!) અદ્વૈત બ્રહ્મ છે ઈ પોતે એકલો ! આખા બધા આત્માની વાત નથી અહીંયાં. વૈત ભાસતું નથી. નથી આવી ગયું પહેલાં ટીકામાં -“ઉદયતિ ન નયશ્રીસ્તમેતિ પ્રમાણમ્” વસ્તુ તો વસ્તુ છે! ગુણ છે, પર્યાય છે પણ બધું શેય છે. બધાનો જાણનાર જ્ઞાન છે ને આખો થઈને હું જ્ઞાયક છું. ઓહોહો ! ભારે વાત ભાઈ.
કારણ કે શેય છે સામા છ દ્રવ્ય એ તો એક જ્ઞાનની, એક પર્યાય બહિર્મુખ પર્યાય છે એના વિષયમાં એટલું જ્ઞાન તો આવી જાય છે. શું કીધું? છ દ્રવ્ય છે અનંતા સિદ્ધો છે, નિગોદ છે, એ તો જ્ઞાનની એક બહિર્મુખ પરલક્ષી પર્યાયમાં એટલું તો જ્ઞાન આવી જાય છે. એટલો હું નથી હું તો એ પર્યાયસહિત આખું દ્રવ્ય ને ગુણ ને પર્યાયનો પિંડ, તે મારું શેય છે, તેનો હું જાણનાર છું અને જ્ઞાયક પણ એ હું જ છું. ( જી હા !).
કહ્યું ને “ઈસલિયે મેરા નામ જ્ઞાન” શું કહે છે? વે-વેદકરૂપે હું જાણું છું માટે મારું નામ જ્ઞાન. શેયને પરશેયને જાણું માટે મારું નામ જ્ઞાન, એમ નહીં. શું કીધું? હું મારા સ્વરૂપને વેદ્ય નામ જણાવાલાયક અને વેદક નામ જાણવાલાયક એમ જાણું છું “ઈસલિયે મેરા નામ હતું જ્ઞાન હૈ” મને જ હું જણાવાયોગ્ય ને જાણનાર છું, બીજું કોઈ છે નહીં. એવી અંતર્મુખમાં વસ્તુસ્વરૂપમાં દૃષ્ટિ થતાં, એને (અભેદને) દેખતાં એટલે કે એને દેખતાં ને દેખનાર એવો ભેદ નહીં રહેતાં ( અર્થાત્ ) આને દેખું છું વસ્તુને અને હું દેખનાર જ્ઞાન છું એવો ભેદ પણ ન રહેતાં, સ્વયને હું જાણનાર પોતે વેદવાલાયક ને વેદનાર પોતે જ્ઞાયક પણ હું છું, એવી એકરૂપ અંતરદૃષ્ટિ થવી તેને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો વિષય કહે છે. આહાહા! ભારે વાત ભાઈ, સમજાણું કાંઈ?
યતઃ મેં આપ દ્વારા જાનને યોગ્ય છું હું, મારા દ્વારા જાણવાયોગ્ય છું; હું પર દ્વારા જાણવાયોગ્ય છું એમ છઉં નહીં. મેં આપ દ્વારા જાનને યોગ્ય હૈં, ઇસલિએ મેરા નામ જોયા હૈ. દેખો, મેં આપ દ્વારા જાનને યોગ્ય છું, ઈસલીયે મેરા નામ જોય હૈ. જ્ઞાન પણ હું છું, વેદ્ય વેદકરૂપે જાણનારો હું જ્ઞાન અને મારા દ્વારા હું જાણું મને માટે હું શેય છું આહાહા ! હજી તો તકરારું બહારમાં રહી ગઈ બધી, દેહની ક્રિયા અને વાણીની ક્રિયાથી ધર્મ થાય અને દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામથી પણ ધર્મ થાય છે તો ક્યાંય બહાર રહી ગયા આ એનું જ્ઞાન એટલો ય હું નહીં એમ કહે છે, એની સામું મારે જોઈને મને જ્ઞાન થાય એમ નહીં. આહાહા ! વ્યવહારના જ્ઞાનને હું જાણું વ્યવહાર શેય તરીકે છે એમ હું જાણું, તેટલો ય શેય હું નહીં. અને એટલો જાણનાર જ્ઞાનનો પર્યાય, તેટલો ય હું નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com