________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૧૯૧ જણાતું નથી, પણ મારો જ્ઞાનપર્યાય શેય થઈને મને જણાય છે. નો સમજાણું? એ જ્ઞાનના પર્યાયમાં જે શેય જણાય છે, એ શેય નહીં, એ તો મારું જ્ઞાન-પર્યાય છે, અને એ જ્ઞાનપર્યાય મારો, સારા દ્રવ્ય ગુણ પર્યાય, ત્રણેયને જાણે છે. એકલા પરને જાણે છે એમ નથી. અને એ શેય, પર છે એટલો નહીં, હું તો જ્ઞાન-શેય ને જ્ઞાયક- ત્રણ થઈને હું શેય છું જાણનારે ય હું, જણાવા યોગ્યે ય હું, અને જાણનાર જ્ઞાન એ હું. જાણનાર જ્ઞાયક ભાવેય હું, જાણનાર જ્ઞાનેય હું, જણાવા યોગ્ય ત્રણેય શેય પણ હું. ઝીણું છે. (શ્રોતાઃ એ શેય છે ને પણ) શેય, એનામાં ગયા આંહી શું છે? આની એકસમયની પર્યાયમાં જણાણા ઈ તો જ્ઞાનની પર્યાય થઈ, અને એ જ્ઞાનપર્યાય જેટલો ય નહીં ને ઈ. શેયને જાણું એને ખરેખર હું જાણું એમ પણ નહીં.
કહે છેઃ જુઓ ત્રણ આવ્યું ને છેલ્લો શબ્દ શું આવ્યો “જ્ઞાનશેયજ્ઞામસ્તુ માત્રઃ” યઃ એવો ય હું છું. છેલ્લા શબ્દ છે ને ભાઈ ત્રીજી લીટીના. શ્લોકમાં છેલ્લી લીટી છે ને? “જ્ઞાનશેયજ્ઞાતુમસુમાત્રઃ' એવો શેય સમજાણું કાંઈ? હું તો જ્ઞાન, હું જ્ઞાતા, હું શેય એ ત્રણેય થઈને હું શેય. બહુ વાત (સૂક્ષ્મ!) ઈ કહ્યું ને જુઓ “મૈં અપને સ્વરૂપકો વે-વેદકરૂપસે જાનતા હૂં.'
ધર્માત્મા, પોતાના આત્માને, પરથી ભિન્ન કરીને, હું જણાવા યોગ્યે ય હું અને જાણનારે ય હું, જણાવા યોગ્યે ય હું ને જાણનારે ય હું એમ વે- વેદકરૂપથી જાણું છું, મને વેદ્ય વેદકરૂપથી જાણું છું. પર જણાવાયોગ્ય ને હું જાણું એમ નહીં. કો” સમજાણું આમાં? એ અભેદવસ્તુ છે ઈ નિર્વિકલ્પ અવસ્થા થતાં ઈ શેય, જ્ઞાયક ને જ્ઞાતા ત્રણનો દૃષ્ટિમાં ત્યાં ભેદ રહેતો નથી એમ બતાવવું છે. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન દેષ્ટિ થતાં, સમ્યગ્દર્શનની દૃષ્ટિ થતાં, દૃષ્ટિના વિષયમાં આ શેય, આ જ્ઞાતા ને આ જ્ઞાન એવા ત્રણ ભેદ રહેતા નથી. સમજાણું કાંઈ? પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ જ્ઞાયક ત્રણેય ચીજ તે એક જ છે. જાણનાર જ્ઞાન, જણાવા યોગ્ય શેય ને આખો જ્ઞાયક એ બધું હું એક જ છું. ભારે વાત ભાઈ ભૂતાર્થવસ્તુ એકસ્વરૂપે, એવી અંતર શેય, બીજા તો પ્રશ્ન ક્યાંય રહ્યા, કે નિમિત્તને જાણું છું કે નિમિત્ત મને જણાય છે એ નહીં, અહીંયાં તો હું જાણું છું ને હું જણાવાયોગ્ય છું એવો અભેદ અને જ્ઞાયક પણ હું જ છું એવી અભેદ દેષ્ટિ અંતરમાં કરવી, આ એનું નામ નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો વિષય છે સમજાણું કાંઈ?
પહેલાં કહ્યું 'તું ને કે બંધ ને મોક્ષના પડતા વિકલ્પો તો દૂર રહો, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભંગ પણ દૂર રહો અથવા શક્તિના અનંતગુણશક્તિના ભેદ દૂર રહો, પછી ઈ દ્રવ્યક્ષેત્રકાળભાવના ભંગ ભેદ દૂર રહો, ને શેય જ્ઞાન જ્ઞાતાના ત્રણ ભેદ પણ નથી મારામાં (હું તો અભેદસ્વરૂપ છું) આ.... રે વાત હવે આ બહારથી જોતાં કેટલું અંદર જોવાય?
જેમ જોનાર હું છું અને આ જણાય છે- એમ નજર કરીને કરે છે કે નૈ? એમ હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com