________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
ધ્યેયપૂર્વક શેય દ્રવ્યોં કે સમૂહકા જાનાના માત્ર.' – એવું તો નથી. “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ મૈં જ્ઞાયક, સમસ્ત છઠું દ્રવ્ય મેરે શેય ઐસા તો નહીં હૈ.” હું જાણનાર ને છ દ્રવ્ય જાણવા યોગ્ય, એટલો તો નહીં, જાણવા યોગ્ય એટલો (એમ) નહીં. આખો મારું દ્રવ્યગુણપર્યાય જાણવા યોગ્ય ને હું જ્ઞાયક એમ કહે છે. સમજાણું કાંઈ? હું પોતે આખો જ્ઞાયક ને હું શેય આખો છું આહાહા ! ઝીણી વાત છે ભઈ આ છેલ્લા શ્લોકો છે ને ઈ ઉતારશે અમુક અમુક તરીકે એક શેયશક્તિ ને એક જ્ઞાનશક્તિ ને જ્ઞાતામાં અનંતશક્તિ લેશે, પણ ઈ એક શેયશક્તિમાં અનંત આવી ગયા આખું. બધું આવી ગયું. સમજાણું કાંઇ?
આ આત્મા ને આત્માની અંદરની વાત ચાલે છે આ. રાગ-દ્વેષથી માંડીને અનંત સિદ્ધો એ બધાં શેય, એનું જ્ઞાન, એટલો જ્ઞાયક ને એ મારાં ઘેય એમ નહીં. સમજાણું કાંઈ ? ઈ રાગ દ્વેષ, પુણ્ય પાપથી માંડીને અનંત કેળવીઓ કે અનંત નિગોદો કે અનંત સિદ્ધો- અનંત છ દ્રવ્યો- એટલું જોય ને હું જ્ઞાન એમ નહીં. પણ હું તો આખો સર્વસ્વ ચેતનાસ્વરૂપમાત્ર આખી ચીજ છું એ શેય. સમજાણું કાંઈ ? એ મારું શેય “સ: શેય: ન એવ” વહુ મૈ શેયરૂપ હૂં પરંતુ એસા શેયરૂપ નહીં હૈં. કેસા શેયરૂપ નહી હૈં. “જ્ઞાનશેયજ્ઞાતૃમવસ્તુમાત્રઃ શેયઃ ” જુઓ..! પહેલાં ત્રણ (બોલ) કહ્યા, પાછો ચોથો બોલ લેશે. “જ્ઞાનશેય-જ્ઞાતૃત્વ-વસ્તુમાત્ર શેય:' એમ ‘જ્ઞાનયજ્ઞાતૃમસ્તુમાત્રઃ શેય:' સમજાણું કાંઈ ? હું જ્ઞાન, હું શેય ને હું વસ્તુ ઈ ત્રણેય હું શેય ત્રણ થઈ ને શેય આખું. ઝીણું છે ભઈ આ.
આ જ્ઞાન, આ શેય, અને જ્ઞાતુ, એ ત્રણેય જોય છે ત્રણરૂપે હું આખું શેય છું. આખું જ્ઞાન છું ને આખું શેય છું ને આખો જ્ઞાયક જ્ઞાતા છું એ ત્રણ ભેદ પાડવામાં એવો ભેદ મારામાં નથી. એની વિશેષ વાત કહેશે.
* * * * *
પ્રવચન નં. - ૨ કળશ-૨૭૧ તા. ૬-૧-૬૬ શ્રીસમયસાર- કળશ ટીકા સાધ્ય-સાધક અધિકાર. આઠમો શ્લોક ચાલે છે. ભાવાર્થ છે. “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ મૈં અપને સ્વરૂપકો વેદ્ય-વેદકરૂપસે જાનતા હૂં.” શું અધિકાર છે આ? શેય, જ્ઞાતા ને જ્ઞાન ત્રણેય હું એક જ છું. હું જાણનાર અને છ દ્રવ્ય જણાય એવો હું નથી એટલો હું નથી. સમજાય છે કાંઈ? વસ્તુ એકરૂપ નિર્વિકલ્પ અભેદ છે એમ સિદ્ધ કરવી છે અહીંયાં. હું જાણનાર ને છ દ્રવ્ય જણાય એવું એટલું એ શેય નથી મારું. જણાવા યોગ્ય વસ્તુ જણાય ને હું જાણનાર, એટલો હું શેય નથી. અને એટલા જ્ઞાન માત્રેય હું નથી એમ. શું કીધું સમજાણું? છ દ્રવ્ય જણાય એ શેય એટલો શેય માત્ર હું નથી. એને જાણનાર જ્ઞાન, એટલા જ્ઞાન માત્ર હું નથી. અને જ્ઞાન જે જણાય, એ શેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com