________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
ધ્યેયપૂર્વક શેય - અહીંયાં ચારમાંથી એકરૂપ કર્યું. હવે, ત્રણમાંથી એકરૂપ કરે છે આ જ્ઞાતા એ હું, શેયે ય હું ને જ્ઞાને ય હું જાણનાર હું ને શેય પર એમ નહીં. ભગવાન આત્મા હું જાણનાર જ્ઞાતા ને છ દ્રવ્ય શેય એનું જ્ઞાન ના એટલો ય હું નથી એવો ય હું નથી ને એટલો ય હું નથી ને એવો ય હું નથી.
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव।
શેયો શેયજ્ઞાનોનેવાન જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧) છેલ્લા શ્લોકો છે ને એકદમ વસ્તુનું અભેદપણું વર્ણવતાં-વર્ણવતાં અનંતગુણમાંથી એક ચાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંથી એક જ્ઞાન-જ્ઞાતા-શેયમાંથી એક જે શૈલી “ભૂદત્થમસ્સિદો ખલું સમ્મદિઠી હવદિ જીવો.” (“સમયસાર” ગાથા-૧૧) માં લીધી છે, એ શૈલીને બહુ (બહુ ) –સંકોચતાં આમ ચાલ્યા જાય છે આહાહા ! આ તો વસ્તુની સ્થિતિ હો? પુણ્ય-પાપ ને શરીર, કર્મની વાત તો આમાં લીધી નથી છે જ નહીં, એમાં ઈ છે જ નહીં પછી એના ભંગ-ભેદની શું વાતું કરવી કહે છે હું ? આહાહા !
દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો વિકલ્પ ઊઠે છે ઈ તો રાગ છે. એ વસ્તુમાં ક્યાં છે? તો એનાથી પ્રાપ્તિ થાય એ આત્માની ચીજ છે, એ બે તો અહીંયા છે જ નહીં પણ રહ્યો ભગવાન આત્મા વિકાર વિનાનો, નિર્વિકારી વસ્તુ એના જે અનંતગુણ છે, તે એક-એક ગુણને એક–એક નયે જોવા જતાં, એકરૂપ નહીં હાથમાં આવે. પછી કહે છે કે ચાર પણ વસ્તુ કહીએ છતાં કહે છે એ ચાર પણેમાં એક પણે ગોતવા જા ને બીજાં ત્રણ બાકી રાખવા જા- તોય એ હાથ નહીં આવે. એમ વસ્તુ નથી.
હવે કહે છે: (ખંડાન્વય સહિત અર્થ)- “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ શેય-જ્ઞાયક સંબંધકે ઊપર બહુત ભ્રાંતિ ચલતી હૈ.” આંહીથી ઊપાડયું છે “સ્વપર પ્રકાશક શક્તિ હુમારી. તાતેં વચન ભેદ ભ્રમ ભારી” શેય બે પ્રકારના સ્વગ્નેય અને પરગ્નેય એમાં વચનના ભેદે, ભ્રમ લોકોને ઊપજે છે કે આ શેય હું? હું શેય કે જ્ઞાન? કે હું જ્ઞાન, આ શેય? કે એમ નહીં. એમ નહીં એ છ દ્રવ્યનું જે શેયપણું તો એકસમયની પર્યાય જાણે એટલું એ જ્ઞાન ને એવડો એ આત્મા નહીં. સમજાય છે કાંઈ?
કહે છેઃ શેય-જ્ઞાયક સંબંધમાં, જાણનાર ને જણાવા યોગ્યમાં ઘણા વચનના ભ્રમ ઉત્પન્ન થાય છે. “સો કોઈ એસા સમઝેગા કિ જીવ વસ્તુ જ્ઞાયક, પુદ્ગલસે લેકર ભિન્ન રૂપ છહુ દ્રવ્ય શેય હૈ.” એમ કોઈ સમજશે કે જીવવસ્તુ તો જાણનાર છે અને એનાથી છ દ્રવ્ય જુદાં છે, તે તેને શેય છે. જણાવા યોગ્ય તે છ દ્રવ્ય છે ને જાણનારો તે જ્ઞાન-આત્મા લાયક છે. એમ કોઈ કહે તો “સૌ એસા તો નહીં હૈ.” એમ છે નહીં. આવ્યું છે ને (કળશમાં) “જોયો યજ્ઞાનમાત્રઃ સ નૈવ” બીજી લીટી. સમજાણું કાંઈ ? “જીવવસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com