________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૧૮૭ ભાગમાં એકરૂપે છે, શી એની કથન શૈલી? (અલૌકિક- અદ્વિતીય છે..!) એવી વ્યાખ્યા, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એણે જોયો આત્મા, એણે કહ્યો આત્મા, એ સિવાય બીજે આત્મા આવો (કહી શકે નહીં) વસ્તુની સ્થિતિ જ આવી છે. ઈ તો એકવાર પત્રમાં લખ્યું'તું શ્રીમદે, ઓલા સૂર્યરામ ત્રિપાઠી હતા ને તે વખતમાં હતા, વેદાંતમાં બહુ હોશિયાર સૂર્યરામ ત્રિપાઠી એના ઉપર પત્ર ચાલતા એમાં એક વાર લખ્યું ” તું એક વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ રીતે આપ વિચારશો એમ કરીને એ આ ચાર બોલ મૂકયા છે એક પત્રમાં (આંક-૭૧ “શ્રીમદ્ રાજચંદ્ર') “આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય (તેના વસ્તુ- સ્વભાવ) થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપ્યું- ઉપચારે કે અનુપચારે) થી, કાળથી અને ભાવ (તેના ગુણાદિક ભાવ) થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. કેમ કે આ રીતે વિચારે તો, એને એક વસ્તુ આટલા ક્ષેત્રમાં છે, આટલા કાળમાં, આ ગુણમાં આ દ્રવ્ય છે. એમ કરતાં બધુ કુ થઈ જશે તારું. આહા! એક દ્રવ્ય આમ વ્યાપક છે આખા લોકમાં ને ત્રણકાળ ભેગા થઈને આમ થાય ને પણ એ બધું (તું વ્યાપકેય આંહી ને આંહી), ક્ષેત્રેય આંહીને આંહી, કાળેય આંહી, ભાવેય આંહીને આંહી– એ બધું આંહીને આંહી (આત્મામાં) છે. એક પત્ર-ઓલા-સૂર્યરામ ત્રિપાઠી ઉપર એ વેદાંતમાં બહુ હુશિયાર હતા. પુનર્જન્મની પણ એમણે (શ્રીમદે) વાત કરી એમાં “પુનર્જન્મ છે” એ મારા અનુભવથી હું કહું છું. અને તમે વૃદ્ધ છો, પણ એક દ્રવ્યની વ્યાખ્યા આ રીતે પણ થઈ શકે, નહિતર વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ કેટલી, એનો સ્વકાળ કાળ કેટલો ને એની શક્તિ કેવી, એના વર્ણન વિના, વસ્તુની સ્થિતિ પરથી ભિન્ન સમજી શકાશે નહીં.
આંહી તો ઓલા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પણ એકને જોતાં બધું ભેગું આવી જાય છે આહાહા ! પોતાની છે આ વાત સમજાણું કાંઈ ? વિકલ્પ રહેશે આ દ્રવ્ય ને આ ક્ષેત્ર તેમ બીજું બધું જ નહીં, વિકલ્પ રહેશે તારામાં રાગ ઉભો રહેશે. ઓલું. “એક” ઊભું નહીં થાય. આહાહા ! વિકલ્પ ઊભો થાશે, “એક ' ઊભો નહીં થાય દેષ્ટિમાં આહાહા ! “સ્વકાલરૂપસે વિચારને પર સ્વકાલમાત્ર હૈ.' ભગવાન તો પોતાના કાળે એવો જ (હૈયાતિરૂપ) એવો ને એવો છે. પોતે જ સ્વકાળ છે વસ્તુ વસ્તુ વસ્તુ અને “સ્વભાવરૂપસે વિચારને પર સ્વભાવમાત્ર હૈ. કો” સમજાણું? “ઈસ કારણ ઐસા કહા કિ જ વસ્તુ હૈ વહ અખંડિત હૈ એ કારણે એમ કહ્યું કે ભગવાન- પદાર્થ આત્મા જે વસ્તુ છે અહીંયાં અખંડિત છે એકએક (આત્મા) પોતે અખંડિત હોં અહીંયાં. “અખંડિત શબ્દકા એસા અર્થ હૈ.” લ્યો. ખંડયામિ હતું ને “ન દ્રવ્યણ ખંડ્યામિ' - ન ખંડયામિ એટલે અખંડ અખંડનો અર્થ આવો છે એમ કહે છે લ્યો. છેલ્લો શબ્દ છે (અખંડ) કહ્યો સમજાણું કાંઇ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com