________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૫
લીટી હેઠેથી જીવકા અનુભવ ખો જાતા હૈ. ખોવાઈ જાઈશ તું એમ કહે છે. એકરૂપ અનંત ગુણનો પિંડ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું એકરૂપ છે એને બે-ત્રણરૂપે ને અનંતરૂપે જો જોવા જઈશ, તો ખોવાઈ જાઈશ તું હૈં? આહાહા ! આહાહાહા ! શૈલી કેવી કરી છે જુઓને.
ભગવાન તારું સ્વરૂપ તો એકરૂપ અખંડ આનંદ પ્રભુ છે એમાં એકરૂપનો અનુભવ કરીશ તો ‘એક’ હાથમાં આવશે. એવી ચીજને અનેક ગુણ વડે જોવા જઈશ, તો તું એકરૂપ ખોવાઈ જઈશ એટલે કે એકરૂપ અનુભવમાં નહીં આવે. આહાહા ! આરે બીજી ભાષા જ બીજી ઢબની છે કો ’ ભાઈ નિર્વિકલ્પ થવું છે ને ? વસ્તુ નિર્વિકલ્પ અભેદ છે. પર્યાયમાં નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી અભેદ વસ્તુ દૃષ્ટિમાં આવે શી રીતે ? તું ભેદ પાડવા જાઈશ કે આ, આ વસ્તુ દ્રવ્ય આ ક્ષેત્ર તો ક્ષેત્ર કાંઈ જુદું છે ? જુદું કરવા જાઈશ ત્યાં વિકલ્પ ઉઠશે, અભેદ ખોવાઈ જશે. આહાહા...!
અરે એના પંથની રીતની એને ખબર ન મળે ખોજવા ક્યાં જાય ? આંહી તો કહે છે, ખોજવા જાઈશ અનંતગુણમાંથી એક-એક નયથી, એક-એક ગુણને ખોજવા જાઈશ. હાથ નહીં આવે-ખોવાઈ જાઈશ તું એમ કહે છે. આહાહા ! તો આત્માને ને શાંતિને ધર્મને રાગમાં, પુણ્યમાં, શરીરમાં ને ધૂળમાં ગોતવા જઈશ, ક્યાંય ખોવાઈ ગયો છો તું અનાદિનો આહાહા ! આહા ભાઈ ભારે વાત.
એકરૂપ પ્રભુ ભલે અનંતગુણ હો, પણ દ્રવ્ય તો એકરૂપ જ છે ને? ભલે ક્ષેત્ર અસંખ્યપ્રદેશી હો, વસ્તુ તો એકરૂપ છે કે નહીં ત્રિકાળ હો, વસ્તુ તો એકાકાર અભેદ છે કે નહીં અનંતગુણ હો, વસ્તુ તો એકરૂપ છે કે નહીં? એકરૂપ છે તેને અંત૨ જોતાં, નિર્વિકલ્પતા આવે અને એની દૃષ્ટિમાં નિર્વિકલ્પ ચીજ અનુભવમાં આવે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી આહાહા! બીજી રીત હોઈ શકે નહીં, એમ કહે છે અહીંયાં આહાહા ! સમજાણું કાંઈ ? જ્ઞાનની એકાગ્રતામાં, એકરૂપ દૃષ્ટિમાં આવ્યા વિના, એની એકાગ્રતા કોઈ દિ’ થાય નહીં. અંતર એકાગ્રતા થયા વિના, દૃષ્ટિ આવે નહીં અને એકમાં દૃષ્ટિ આવ્યા વિના, એકાગ્રતા થાય નહીં. જ્યાં સુધી એ એમ માને કે ૨ાગવાળો છું ને શ૨ી૨વાળો છું ને કર્મવાળો છું– એવો તો ઈ છે જ નહીં. એવો તો ઈ છે જ નહીં. એ કર્મવાળો ને દેહવાળો ને પુણ્ય-પાપવાળો ને, એવો તો (ઇ) છે જ નહીં. પણ ઈ જે છે અનંતગુણવાળો અસંખ્યપ્રદેશવાળો-ત્રિકાળ રહેનારો, એમાં પણ ભંગ પાડીને ગોતવા જાઈશ, તો અભેદવસ્તુ હાથ નહીં આવે. આહાહા !
બાપુ તું એકરૂપ પ્રભુ છો ને એકરૂપની દૃષ્ટિમાં, બે રૂપ ક્યાંથી લાવ્યો તું ? બેરૂપમાં તો ખોવાઇ જશે, બે રૂપમાં તો ખોવાઇને રાગમાં તું સલવાઈ જઈશ આહાહા! સમજાણું કાંઈ ? આવી વાતું ભારે ભાઈ.
કહે છે કે, પ્રભુને ગોતવો હોય તો એકમાં ગોતજે. બેમાં ગોતવા જાઈશ, પ્રભુ હાથ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com