________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
ધ્યેયપૂર્વક જોય કર્મથી જુદો, ઈ દ્રવ્યરૂપે તો એ, વસ્તરપે તો એ ચેતનામાત્ર વસ્તુ તો એ, એ અસંખ્યપ્રદેશી નિશ્ચયથી એક પ્રદેશ છે એનો-અખંડની અપેક્ષાએ એકપ્રદેશી છે એ, સમજાણું કાંઈ ? તોય ઈ છે. અને સ્વકાળ એમ ને એમ ત્રિકાળ રહેનારું તત્ત્વ સર્વ કહો તો એનું એ છે, અને એના જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ, અનંત ભાવ અનંત શક્તિઃ અનંતગુણ, અનંતગુણ તોય ઈ ને ઈ જ છે.
કોઈ ભાવ જુદો પડી જાય, દ્રવ્ય જુદું રહી જાય, ક્ષેત્ર જુદું પડી જાય એમ નથી. આ કેરીનો દાખલો બહુ સરસ આપ્યો છે. સમજાણું કાંઈ? દાખલો આપીને સમજાવે તોય નો સમજે, એને કઠણ લાગે તો ભાઈ, દાખલો તો ટેકો છે ઓલો (સિદ્ધાંત) સમજવા માટે. દાખલો તો એક અંશ છે.
જુઓ ભાઈ આ કેરી છે ને કેરી એક રસ, એક ગોટલી, એક છાલ, એક મીઠાશ ચાર જુદાં છે. એમ આત્મામાં એક દ્રવ્ય, એક ક્ષેત્ર, એક કાળ ને એક ભાવ જુદાં નથી પણ કેરીમાં જેમ સ્પર્શ, રસ, ગંધ, રંગ એક હારે બધું છે એમ આત્મામાં, વસ્તુ જુઓ તોય તે આત્મા, એની પહોળાઈનું ક્ષેત્ર જુઓ તોય તે દ્રવ્ય કાળ ને ભાવ છે. સમજાણું કાંઈ ? એનો કાળ-રહેવાનો ભાવ દેખો તો ઈ નો ઈ દ્રવ્ય-ભાવ ને ક્ષેત્ર છે. એના ગુણો દેખો દર્શન જ્ઞાન આનંદ અનંત (ગુણ) તોય ઈ નો ઈ જ છે. એની પહોળાઈ ઈ ક્ષેત્ર, દ્રવ્ય, કાળ ને ભાવ એ બધુંય ઈ નું ઈ જ છે. સમજાણું કે નહીં આમાં? એવા ચતુર્સીમા એકરૂપે આત્માને દેખવો, આ એનું નામ અભેદષ્ટિ ને સમ્યગ્દર્શન છે આહાહા ! “ભૂદત્થમસ્જિદો ખલુ સમ્માદિઠી વદિ જીવો.” ૧૧, ઈ બીજી રીતે વાત કરે છે. આહાહા ! ઈ એકરૂપ પર નજર પડ્યા વિના, એક આત્મા હાથમાં નહીં આવે એમ કહે છે. બે ચાર નજર કરવા જઈશ તો ખોઈ બેસીશ એક આત્માને એમ કહે છે. ઈ માથે કહી ગયા છે. સમજાણું કાંઈ? માથે કીધું ” તું- ખોજ મિટા- એમ ભાષા કરી છે. “સધ: પ્રણશ્યતિ” – “સ” નામ એકદમ નાશ થઈ જાય એવો અર્થ છે એનો. પણ એનો અર્થ જ બીજી ઢબનો કરનાર છે આ.
ભગવાન આત્મા અનંત શક્તિ જે છે એમાં, એમાં એક એક શક્તિને ખોજવા જઈશ, ત્યાં “અનંતશક્તિનું એકરૂપ” ખોવાઈ જશે. છે ભાઈ? “સધ: પ્રણશ્યતિ' ખંડ ખંડ હોકર મૂલસે ખોજ મિટા નાશકો પ્રાપ્ત હોતા હૈ. ખોજ મીટા એટલે અનુભવ નહીં થાય. તારા ખોજવામાં આત્માને ગોતવામાં એક-એક નયથી એક એક ગુણને ખોજવા જઈશ- જીવને જોવા જઈશ, તો ખોજ મિટા, ખોજ તારી મટી જશે અનુભવ મટી ગયો એમ, સમજાણું કાંઈ ? નીચેય કહ્યું છે એમ કે જીવકા અનુભવ ખો જાતા હૈ. છેને? છેલ્લી લીટી.
કિન્તુ અનંત શક્તિમાં હૈ, ઈસ કારણ એક એક નય કરતે હુએ અનંત નય હોતે હૈ. એસા કરતે હુએ બહુત વિકલ્પ ઉપજતે હૈ, જીવકા અનુભવ ખો જાતા હૈ. છે ને બીજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com