________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૩ છે ભાવ છે. ઈ ભાવથી જુઓ તો ય ઈ આખી વસ્તુ છે. ભાવથી જુઓ તો, કોઈ દ્રવ્ય જુદું રહી જાય છે કે ક્ષેત્ર જુદું રહી જાય છે કે કાળ જુદો રહી જાય છે એમ નથી સમજાણું કે નહીં? કેરીમાં ગોટલું કહેતાં રસ, છાલ ને મીઠાશ જુદી રહી જાય છે. એમ આનુ દ્રવ્ય કહેતા, કોઈ ક્ષેત્ર કાળ ભાવ જુદા રહી જાય છે એમ નથી. કેરીને જેમ સ્પર્શ કહેતાં ચારેય (ભાવ) આવી જાય છે ભેગું જ છે બધું. સમજાણું કાંઈ?
આંહીં તો ચાર બોલે ય નહીં એકરૂપ છે એમ સિદ્ધ કરવું છે. ચારમાંથી એક ઓલા અનંતમાંથી “એક માથે અનંતમાંથી ‘એક’ આ ચારમાંથી “એક ” પછી ત્રણમાંથી
એક” કહેશે સમજાણું કાંઈ? શું કરવા આ વાત હાલે છે આ? કે આ આત્માની જેને દૃષ્ટિ પ્રાપ્ત કરવી છે એટલે કે ધર્મરૂપે પરિણમવું છે, જેને અનંતકાળમાં આત્મજ્ઞાન થયું નથી અને આત્મષ્ટિ થઈ નથી, એને આત્મષ્ટિ કરવી હોય તો, એનાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એણે જુદા પાડવાં નહીં. એમ જુદાં પડી શકતાં નથી, માટે જુદાં ન પાડવા.
વસ્તુ છે. જુઓ આ વસ્તુ છે આ સુખડ છે કે નહીં આ સુખડનું લાકડું છે. ઈ સુગંધ કહો તોય છે, સુંવાળુ કહો તોય છે, ભારે કહો તોય ઈ છે. અને રંગે- આ લાકડું પીળાશ (પડતું) છે એમ કહો તોય ઈ છે! એમાંથી પીળાશ કાઢી નાખો કે સુગંધ કાઢી નાખો, તો શું ચીજ રહે? (શ્રોતા: નીકળે જ નહીં, કાંઈ ન રહે!) ઈ તો ઈ જ ચીજ (સુખડ) છે. સુગંધ ભારે સુંવાળપ પીળાશ, એ બધી (અભેદ) ઈ ચીજ છે ! (શ્રોતાઃ પ્રશ્ન ઈ છે કે જુદું-જુદું તો કર્યું છે!) ક્યાં કર્યું છે જુદું છે? પણ એ જુદુ કહીને શું કહે છે એની સ્થિતિ બતાવે છે કે ગુણ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહીએ, એ ચીજને પહોળાઈની અપેક્ષાએ તેને ક્ષેત્ર કહીએ, એને ત્રિકાળ રહેવાની અપેક્ષાએ કાળ કહીએ, એમાં રહેલી શક્તિઓનેગુણોની અપેક્ષાએ ભાવ કહીએ સમજાણું કાંઈ ? આહાહા! નિજઘરના વાંધા બીજી બધી પડ કરી લાંબી (પણ) પોતે કોણ ને કેવડો છે, એની કોઈ દિ' ખબર કરી નહીં, એના વિના રખડી મર્યો ચોરાશીના અવતારમાં.
અહીંયા કહે છે કે તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્મા ચાર બોલે ભલે તને સમજાવ્યો. વિકાર રહિત સમજાવ્યો, શરીર રહિત સમજાવ્યો, કર્મ રહિત સમજાવ્યો, હવે એને ચાર બોલે સમજાવ્યો માટે ચાર બોલમાં, એક બોલમાં બધાં ભેગાં આવી જાય છે. ચારમાં ચાર બોલ (જુદા) નથી ખાનાં ચાર નથી કે એક ખાનામાં દ્રવ્ય રહે, એક ખાનામાં ક્ષેત્ર રહે, એક ખાનામાં કાળ રહે ને એક ખાનામાં ભાવ રહે! ઓલામાં કેરીમાં ખાનાં છે. એક ભાગમાં ગોટલું રહે, એક ભાગમાં છાલ રહે, એક ભાગમાં રસ રહે, એક ભાગમાં મીઠાશ રહે. એમ ચાર ખાનાં છે એમાં. સમજાય છે? એમ આમાં નથી પણ કેરીમાં જેમ સ્પર્શ આખા ભાગમાં રહે, રસ આખા ભાગમાં રહે, ગંધ આખા ભાગમાં રહે, રંગ (વર્ણ) આખા ભાગમાં રહે, એમ ભગવાન આત્મા દેહ નામ માટીથી જુદો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com