________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૧
દેહથી તદ્દન ભિન્ન ! જેમ ૫૨માણુમાં સ્પર્શ, રસ, ગંધ ને રંગ બિરાજમાન પુદ્ગલપિંડ છે. ‘ ઈસ લિયે સ્પર્શમાત્રસે વિચારને ૫૨ સ્પર્શમાત્ર છે.' શું કીધું ? એ કેરીને સ્પર્શમાત્રથી વિચારતાં, આખું સ્પર્શ સ્વરૂપ જ છે કેરીનું. સમજાય છે કે નહીં આમાં ? કેરીનો દાખલો તો બહુ ચોખ્ખો સ્પષ્ટ આપ્યો છે. (શ્રોતાઃ આ કેરીનો દાખલો જ સમજાતો નથી ) લે હેં ? એય કેરી છે ને એના ઉ૫૨થી આત્માને સમજાવવા દાખલો આપ્યો (છે). કે ભઈ કેરીમાં એક ૨સ છે, છાલ છે, ગોટલું છે ને મીઠાશ છે. એમ આત્મામાં એવા ચાર ભાગ છે એમ નથી કે એક રહી ગયું દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ જુદો ને ભાવ જુદો એમ નથી. ત્યારે કે જેમ કેરીમાં ઈ કેરીને સ્પર્શપણે દેખો તો આખી (કેરી ) સ્પર્શ છે, ૨સપણે દેખો તો આખો ૨સ જ છે, ગંધપણે દેખો તો ગંધ જ છે, રંગ
પણે દેખો તો રંગ જ છે. પીળી છે તો આખી પીળી છે. સમજાય છે કે નહીં ? એમ આત્મામાં. (અભેદપણે દ્રવ્યક્ષેત્રકાળભાવ સમજવા)
( કેટલાક ને તો ) કોઈ દિ' આત્મા શું એની ખબરે ય ન મળે કહે છે, એ ગંધમાત્ર વિચારવાથી ગંધ જ છે, વર્ણમાત્ર વિચા૨વાથી વર્ણ જ છે ઈસી પ્રકાર એક ભગવાન આત્મા સ્વદ્રવ્ય એને દ્રવ્ય તરીકે જોઈએ તો તે જ આખી ચીજ છે. સ્વક્ષેત્રથી જોઈએ તો પોતે આખું એક જ છે, સ્વક્ષેત્રમાં કોઈ વળી દ્રવ્ય બીજું કાળ ભાવ જુદા એમ છે નહીં. કેરીમાં સ્પર્શથી દેખો તો બધું સ્પર્શ જ છે આખી કેરી રસથી દેખો તો ૨સમય જ છે, રંગથી દેખો તો રંગમય છે, લ્યો ! ગંધથી દેખો તો ગંધમય જ છે! સુગંધ આવે છે ને એની ? એમ ભગવાન આત્મા વસ્તુથી દેખો તો ય તે, એના સ્વક્ષેત્રથી દેખો તોય તે, એના સ્વકાળથી દેખો તો ય તે અને એના સ્વ-ભાવથી દેખો તોય તે આ દાખલો ‘ પંચાધ્યાયી ’માં આપ્યો છે. રાજમલજી છે ને એના કર્તા, પંચાધ્યાયના કર્તા ય રાજમલજી છે– કેરીનો દાખલો પંચાધ્યાયમાં આપ્યો છે, આ રીતે જ તે ! (જી, હા )
"
( શ્રોતાઃ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં શી રીતે કેરીથી સમજાય છે?) ચાર ભાગમાં કટકે–કટકે સમજાય છે. કેરીના એમ એક એક કટકો આવ્યો, આખું ન આવ્યું (૨સ, છાલ, ગોટલી, મીઠાશ ) ૨સ આવ્યો ત્યાં ગોટલું ન આવ્યું ને ગોટલું આવ્યું ત્યાં છિલકું ન આવ્યું છિલકું આવ્યું ત્યાં વળી ૨સ ન આવ્યો એ પછી ઓલામાં નાખ્યું ! ખ્યાલમાં છે! કો ' સમજાણું કાંઈ ? કેરીની છાલ જોઈ ત્યાં ગોટલું ન આવ્યું ને ગોટલું જોયું ત્યાં છાલ ન આવી ને છાલ જોઈ ત્યાં રસ ન આવ્યો, ૨સ જોયો ત્યાં એની મીઠાશની પર્યાય ન આવી, એમ નથી આત્મામાં. (તો કેમ છે આત્મામાં ? ) તો આત્માને દ્રવ્ય રીતે દેખો તો કાંઈ જુદું છે ? જેમ (કેરીમાં ) છિલકું દેખે તો ગોટલું ન આવ્યું. એમ આંહી દ્રવ્ય દેખો તો ક્ષેત્ર કાળ ભાવ જુદા પડયા છે?
એમ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com