________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
ધ્યેયપૂર્વક શેય હોવાપણું જુદું એમ છે નહીં. સત્તા તો એક જ છે દ્રવ્યસત્તા કહો તો તે. ક્ષેત્ર સત્તા કહો તો તે. કાળ ત્રિકાળ એકરૂપ સત્તા કહો તો તે સ્વભાવરૂપ સત્તા કહો તો તે. સમજાણું કાંઈ? “તથાપિ ચાર સત્તા નહીં હું એક સત્તા હૈ.” ઉસકા દૃષ્ટાંત ચાર સત્તા ઇસ પ્રકારસે તો નહીં હૈ કિ ચાર પ્રકારનું હોવાપણું આ પ્રકારે તો નહીં. ક્યા પ્રકારે? દાખલો આપે છે. ભગવાન આત્મા આ શરીર, વાણી, કર્મથી તો જુદો આ (શરીર) માટી છે આ તો (દેહ માટી છે) કર્મથી તો જુદો, પુણ્ય પાપના વિકલ્પ ઉઠે વિકાર એથી (પણ) જુદો, તો કહે છે એને (આત્માને) ચાર પ્રકારે વહેંચીને કહીએ, તો સત્તા ચાર છે? કોની પેઠે? એમ કહે છે.
જીસ પ્રકાર એક આમ્રફલ ચાર પ્રકાર હૈ. આંબો-કેરી ચાર પ્રકાર છે કોઈ અંશ તો એમાં રસ છે. કેરીમાં એક ભાગ રસ છે મીઠો એક અંશ છિલકા હૈ, માથેની છાલ છે, એક રસ છે, એક છાલ છે, કેરી એક છે. એના ચાર ભાગ એક રસ છે, એક છાલ છે, એક ગોટલી છે. કોઈ અંશ મીઠા હૈ. કોઈ અંશ રસ માંહેનો મીઠો (મીઠાપણું ) જુદું છે. સમજાય છે? રસ, સાધારણ (સામાન્ય) લીધો એમાં ( વિશેષ) મીઠો લીધો. આ (કેરીમાં) ચાર ભાગ જેમ (જુદા-જુદા) છે, એમ આત્મામાં નથી. શું કીધું? રસની વિશેષ પર્યાય છે, રસ સામાન્ય છે મીઠાશ એક ભાગ છે. સમજાય છે કાંઈ ? (કેરીમાં) કોઈ અંશ રસ છે, કોઈ અંશ છાલ છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે, એમ નથી. શું કીધું? એક કેરીમાં ચાર ભાગ એક રસ, છાલ, ગોટલી ને મીઠાશ. એમ ચાર ભાગ છે, એમ આત્મામાં ચાર ભાગ નથી.
એક જીવવસ્તુ કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાલ છે, કોઈ અંશ એવો જીવનો ભાવ છે.” સમજાણું કાંઈ ? ઓલો રસ ભાવરૂપે લીધો ને મીઠાશ કાળરૂપે લીઘી ભાઈ અહીંયા (દષ્ટાંતમાં) ભેદ પાડ્યોને ભેદ (રસ ને મીઠાશ વચ્ચે) ઓલો રસ ને મીઠાશ કાળ ને ભાવ એમ. અને છિલકા (છાલ) ને ગોટલી. (અર્થાત ) ક્ષેત્ર એ દ્રવ્ય આપ્યું. એકવસ્તુ ભગવાન આત્મા! જેમ એ કેરીના ચાર ભાગ છે એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નથી. સમજાણું? (તો કેવા છે?) “ઐસા માનને પર સર્વ વિપરીત હોતા હૈ.'
“ઈસ કારણ ઈસ પ્રકાર હૈ, કિ જીસ પ્રકાર એક આમ્રફલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બિરાજમાન મુગલકા પિંડ છે.” જુઓ! શું કીધું? એક કેરી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઉપાડયું છે સ્પર્શથી, સ્પર્શ કરી કરી છે, ઈ સ્પર્શ છે તોય તે, રસ છે તોય તે, ગંધ છે તોય તે, વર્ણ છે તોય તે કે જુદા-જુદા ચાર બોલ છે? વર્ણ આ ઠેકાણે છે ને ગંધ આ (બીજે) ઠેકાણે છે ને સ્પર્શ (ત્રીજે) ઠેકાણે છે ને રસ (ચોથે ) ઠેકાણે છે- એમ છે? ઓલા ચાર તો જુદા કહ્યા કેરીના ચાર ભાગ છે એમ નથી. રસ, છાલ, ગોટલી ને મીઠાશ તો જુદા જુદા કહ્યા- કેરીના. એમ આત્મામાં (દ્રવ્યક્ષેત્રકાળભાવ ) નથી. આત્મા વસ્તુ! એકસ્વરૂપ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com