________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
ધ્યેયપૂર્વક શેય જીવ, સ્વદ્રવ્યરૂપ છે, વસ્તુ તરીકે વસ્તુ તરીકે એસા અનુભવને પર ભી મેં અખંડિત હૂં એક દ્રવ્યરૂપ છું એમ કહેતાં, કાંઈ દ્રવ્યનો ભાગ ખંડ થયો છે. અને ક્ષેત્ર કાળ ભાવનો ભંગ કાંઈ રહી ગયો છે એમ નથી, એમ (અહીંયાં) કહે છે. સમજાણું કાંઈ? કો’ સમજાય છે કે નહી આમાં ? આ તો બધું ઊંચી! ઝીણી વાત છે હવે (શ્રોતા: ઊંચી ને ઝીણી એટલે?) ઉત્તર:- ઝીણીમાં ધ્યાન રાખવાનું હોય, ઊંચીમાં સાચી છે એમ, સમજાણું કાંઈ? દ્રવ્ય સ્વદ્રવ્ય જોયું? ભાષા પણ પાછી કેવી સ્વદ્રવ્ય દ્રવ્ય એમ ન (કહ્યું) ઈ જીવ, સ્વદ્રવ્યરૂપ છે એમ કહેવામાં, બીજા દ્રવ્યરૂપે તો નથી પણ ઈ સ્વદ્રવ્ય કહેવામાં એક અંશ જ આવે છે એમ નથી. હું સ્વદ્રવ્યરૂપ છું. એટલે કે બીજો કોઈ અંશ બાકી કોઈ રહી જાય છે ક્ષેત્ર કાલ ભાવનો એમ નથી એમ કહે છે. સમજાણું કાંઈ?
એક દ્રવ્ય ચેતનામાત્ર વસ્તુ દ્રવ્ય, સ્વદ્રવ્યરૂપ છું સ્વ-દ્રવ્યરૂપ છું એમ કહેતાં અનુભવને પર ભી મૈ અખંડિત છું.”
ક્ષેત્રેણ ન ખયામિ ” જીવ સ્વક્ષેત્રરૂપ હૈ. બીજો બોલ જીવ, સ્વ, સ્વક્ષેત્રરૂપ છે. એમ કહેતાં છતાં એક અંશ નથી. એમાં પણ બધાં દ્રવ્ય કાલ ભાવનું અખંડ એકપણું આવી જાય છે એમ કહે છે. હું. ભારે ઝીણી વાત ભાઈ ? આ જીવનું આ અખંડપણે એમ દૃષ્ટિમાં આવવું, એનું નામ ધર્મ ને સમ્યગ્દર્શન છે સમજાણું કાંઈ ?
કહે છે: હું જીવ, સ્વક્ષેત્રરૂપ છું. પોતાનું ક્ષેત્ર પહોળું એટલે એ રીતે હું જીવ સ્વક્ષેત્રરૂપ છું. એ રીતે પણ “ઐસા અનુભવને પર ભી મેં અખંડિત હું” એટલા સ્વક્ષેત્રરૂપ હું સ્વક્ષેત્રરૂપ છું, એમ છતાં છું તો અખંડ જ, કોઈ ભાગ એમાંથી-સ્વક્ષેત્રરૂપ છું એમાં કોઈ ભાગ બાકી રહી જાય છે, અંદર ભાવનો સ્વકાળનો કે દ્રવ્યનો બાકી રહી જાય છે, એમ નથી. સમજાય છે કાંઈ ?
આવો ધર્મ! ભારે ભાઈ હવે, આમાં નવરાશ ક્યાં માણસને લ્યો કહેવાય છે ને હજી તો બહારથી વિકલ્પથી, દયા-દાન ને ભક્તિથી ધર્મ કરવો છે, એનાથી ધર્મ થાય ને એનાથી કલ્યાણ થાય રખડવા ટાણે. અનંત કાળથી રખડે છે, એમાં છે રખડવું ચોરાશી અવતારમાં રખડવું છે ઈ એનાથી માને છે કે મારું કલ્યાણ થાશે.
વસ્તુ પોતે અખંડાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ વસ્તુના જે ચાર ભાગ, એમાં એક ભાગમાં, બીજા ભાગ રહી જાય છે, એમ કરીને અહીંયાં નિષેધ કરે છે. બીજી તો વાત શી કરવી? સમજાણું કાંઈ ? વિકલ્પ છે ઈ દયા-દાન-વ્રત-ભક્તિ એ તો રાગ છે, વિકાર છે. એનાથી ધર્મ બર્મ થાય નહીં; એનાથી આત્માનો અનુભવ થતો નથી. શરીરની ક્રિયાથી, તો ક્યાંય રહી ગઈ (દૂર) વાત. પણ કોણ જાણે ક્યાંનું ક્યાં નાખે છે માળા અહોહો ! શરીરની ક્રિયા સચેત ક્રિયાથી ધર્મ થાય લ્યો અરે શું કહીએ? અરે આવો કાળ મળ્યો બાપા ભાઈ માંડ તરવાના કાળમાં બૂડવાના ક્યાં રસ્તા લીધા? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com