________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
ધ્યેયપૂર્વક શેય ભગવાન આત્મા દેહથી ભિન્ન તત્ત્વ, સમજાણું કાંઈ? એ સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદ (સ્વરૂપ છે) એને કહે છે કે વસ્તુથી જુઓ તોય એ છે, જેમ કેરીને સ્પર્શથી દેખો સ્પર્શમાત્ર આખી છે એમ આને સ્વક્ષેત્રથી દેખો તોય એ છે, એને (કરીને) આખા રસથી દેખો તોય એ છે. આને સ્વકાળથી દેખો તોય એ છે, એને (કેરીને ) રંગથી દેખો તો એ (કેરી જ) છે. કે કેરીમાં રંગનો ભાગ જુદો પડતો હશે ને સ્પર્શનો ભાગ જુદો પડતો હશે, એમ છે? ભઈ કેરીમાંથી રસ કાઢી નાખો એકલો સ્પર્શ ગંધ ને રંગ (કેરીમાં જ) રાખો. કેમ હશે? (આમ બની શકે છે?) (શ્રોતા ન બને.) એમાંથી રસ કાઢી નાખો ને સ્પર્શ, ગંધ ને રંગ રાખો ! (શ્રોતા: કેવી રીતે બને !). એમાંથી રંગ કાઢી નાખો અને ગંધ, સ્પર્શ ને રસ રાખો! (શ્રોતાઃ એમ શી રીતે કહેવાય !) હેં? ન કહેવાય એમ આ દેહમાં, ભગવાન આત્મા છે- એમાંથી કહે છે કે એનું દ્રવ્ય કાઢી નાખો, અને એકલું ક્ષેત્ર રહે, પણ શું રહે? એ દ્રવ્ય જ પોતે અનંત ગુણનો પિંડ પોતે જ આત્મા છે. એને ક્ષેત્રથી દેખો તો તે તે જ છે. જેમ કેરીને રસથી દેખો તો આખી તે જ છે. રસ જો જુદું કાઢી નાખો તો તે કેરી જ ન રહે. એમ આત્મામાં, વસ્તુ દેખો તો એ રૂપે છે, એનું ક્ષેત્ર દેખો તો તે જ રૂપે એ છે. કાંઈ દ્રવ્ય ને કાળ ભાવ જુદા રહી જાય છે એમ નથી. કાળેય છે, છે, છે એમ સ્વકાળે છે. સ્વકાળે છે એમાં ય બધું આવ્યું, ભાવદ્રવ્ય ને ક્ષેત્ર (અભેદ) છે! એ કાંઈ જુદું રહી જતું નથી જેમ કેરીનો રસ લેતાં બધું આવી જાય છે કો 'ભાઈ આહાહા! ભારે આત્માને સમજવો એને એના મકાનના-ધૂળના ઢગલાની જો વાતું કરેને એને ચાર દિશાની વાતું યાદ આવે મકાનને ચાર દિશા (ચતુર્દિશા) બાંધે છે કે નહીં શું કહેવાય ત્યાં કોર્ટમાં? ચતુરસીમા ! ચાર સીમા (દર્શાવે) પણ ઘર તો
એક છે. ચાર સીમા બાંધે તો ચાર” ઘર છે? સમજાણું કાંઈ ? વસ્તુ તો ઈ ની ઈ જ છે. આની કોરથી દેખો તો ઈ જ છે, આની કોરથી દેખો તો છે જ છે. આની કોરથી દેખો તો ઈને ઈજ (ઘર) છે! કે ચાર ઘર છે?
એમ ભગવાન આત્મા દેહમાં બિરાજમાન પ્રભુ એને કહે છે: ગોટલીની પેઠે કે છાલની પેઠે જુઓ જુદી જુદી ચીજ તો, કેરી એમાં દેખાશે (પણ) જુદી-જુદી ચીજ દેખાશે, કેરી આખી નહીં દેખાય. એમ, ભગવાન આત્માને, એક-એક ભાગ એમ ગોટલી ને આમ છાલ એમ નથી. કે દ્રવ્ય આ, ક્ષેત્ર આ, કાળ આ ને ભાવ આ એમ નથી. ભગવાન આત્મા ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, વિકાર નહીં, શરીર નહીં, કર્મ નહીં. ઈ અસંખ્યપ્રદેશી જે ક્ષેત્ર પહોળું છે એ જ આત્મા છે એ જ આખો છે. એનો સ્વકાળ લ્યો કાળ- ત્રિકાળરૂપ કાળ હોં! પર્યાયની એક સમયની વાત નથી. સ્વકાળ પોતે કાળ છે. એમાં દ્રવ્ય આવી ગયું, ક્ષેત્ર ને ભાવે ય આવી ગયો. સ્વકાળથી જુઓ તો એ આખું (આત્મદ્રવ્ય) છે. સ્વ. ભાવ, ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંતગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com