________________
. . (૧) પ્રાણી ધર્મના પ્રતાપે એશ્વર્ય પ્રાપ્ત કરે છે, એ જ ઐશ્વર્યથી જે એ ધર્મને વંસ કરે. તે તે એ સ્વામીદ્રોહ કરવાનું પાતક કરે છે,
એવા સ્વામીદ્રોહીને સારવામાં કેમ થાય?
અત્યારે જે કાંઈ સારાં વાનાં છે તેનું કારણ શું? અગાઉથી કઈ કમાણુ કરી આવ્યા છીએ, તેથી સુંદર મનખા દેહ, ઈદ્રિયોની અનુકૂળતા, વ્યાધિ રહિત શરીર, મગજમાં સમજવાની શક્તિ, પરિવારની અનુકૂળતા, સામગ્રીની સહકારિતા વગેરે વગેરે અનેક બાબતે મળી છે. બાજુના પ્રાંતમાં હજારો માણસો ભૂખે ટળવળે અને મારે ત્યારે પેટ ભરીને અનાજ આપણને મળે છે. પિતાને સમાજમાં, સગાંઓમાં, સંબંધીઓમાં કઈ સ્થાન છે–આવી આવી અનુકૂળતાઓ અનેક છે. એ સર્વની પાછળ ઇતિહાસ છે, એ સર્વની પાછળ પ્રયત્ન છે, એ સર્વાની પાછળ ત્યાગ, સંયમ કે અર્પણ છે અને એ સર્વની પાછળ ધર્મને પ્રભાવ છે. દાન, શીલ, તપ સર્વે પ્રયત્ન માગે છે, ભગ માગે છે અને આગળ જતાં એને બલ્લો આપે છે. એટલે આપણું વર્તમાન અનુકૂળ પરિસ્થિતિનું કારણ પૂર્વકાળમાં આપણે આચરેલ ધર્મ છે. ધર્મ શબ્દ અહીં વિસ્તૃત અર્થમાં સમજ. આપણું સારા વિચાર, ઉગ્ય વર્તમાન, પ્રમેહ, સંયમ, ત્યામ, સત્ય, અહિંસાનું પાલન એ સર્વ વ્યવહારના ધર્મને વિશાળ અર્થમાં સમજી લેવા. એટલે આપણું સારી પરિસ્થિતિ ધર્મના પ્રતાપે થઈ.