Book Title: Deshna Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ યથાસ્થાનદેશના ફ્રેસ્વસ્થાનદેશના કહેવાય છે. તેનાથી વિપરીત રીતે યોગ્યતાનું અતિક્રમણ કરીને અપાતી દેશનાને અસ્થાન કે પરસ્થાન દેશના કહેવાય છે. વિપરીત દેશનાના શ્રવણથી શ્રોતાને તદ્દન જ વિરુદ્ધ અર્થનું જ્ઞાન થવાથી પૂર્વે જાણેલા અને વર્તમાનમાં જણાતા (જ્ઞાત અને જ્ઞાયમાન) અર્થના વિષયમાં બુદ્ધિનો વ્યામોહ થાય છે, એને બુદ્ધિની અંધતા કહેવાય છે. આ અન્ધતાના કારણે શ્રોતા ઉન્માર્ગે જાય છે, જેમાં અસ્થાન-દેશના કારણ બને છે. ધર્મદેશકની તે કુશીલતા છે. અજ્ઞાન કે અનુપયોગથી પણ પોતાને કારણે થતો બીજાની બુદ્ધિનો ભેદ; પ્રબળ અપાયનું કારણ છે. માટે પરસ્થાનદેશનાના પરિહાર માટે ધર્મદેશકે ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઇએ. અને વારંવાર બાલાદિ જીવોની યોગ્યતાને ખૂબ જ સૂક્ષ્મ રીતે જોવી જોઇએ. અન્યથા પરસ્થાનદેશનાના કારણે કુશીલતાનો પ્રસઙ્ગ આવશે. અહીં પ્રસઙ્ગથી યાદ રાખવું જોઇએ કે વર્તમાનમાં કેટલાક આચાર્યભગવન્તાદિ ધર્મદેશકો માર્ગાનુસારી દેશનાને પણ પરસ્થાનદેશના તરીકે વર્ણવી રહ્યા છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી મોક્ષૈલક્ષી દેશનાના ધર્મદેશકોની દેશનાને પણ; પરસ્થાન દેશના તરીકે વર્ણવનારાઓની મનોદશા તદ્દન વિચિત્ર છે. સંસારથી મુક્ત બનેલાની અવસ્થા સ્વરૂપ મોક્ષ છે; અને એનાથી તદ્દન જ વિપરીત સ્વભાવવાળો સંસાર છે. “સલકર્મક્ષયસ્વરૂપ મોક્ષ માટે પણ ધર્મ કરવાનો અને સકલકર્મમય સંસારના સુખ માટે પણ ધર્મ કરવાનો. બન્ધન અને મુક્તિ : બંન્ને માટે ધર્મ કરવાનો.'' વગેરે પ્રકારના ઉપદેશને આપનારા એ ઉપદેશકોને મોક્ષૈકલક્ષી દેશના પરસ્થાન દેશના રૂપે જણાય છે. પરન્તુ આ બત્રીશીના બીજા શ્લોકથી સમજાવેલું પરસ્થાનદેશનાનું સ્વરૂપ એવું નથી. બાલાદિ જીવોને; મધ્યમાદિ જીવો ૪ gPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64