Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ મહારાજાએ ફરમાવ્યું છે કે બલવ એવા વૈયાવચ્ચ વગેરે ગુણનો ઘાત (હાનિ) કરનારા ઉપવાસ કરતાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબનાં નિત્ય એકાશન શ્રેષ્ઠ છે - આ પ્રમાણે ભાવનાજ્ઞાનથી જ પૂ. સાધુભગવન્તો સમજી શકે છે, અન્યથા ભાવનાજ્ઞાનને પામ્યા વિનાના પદાર્થમાત્રના જ્ઞાતાઓ તો નિત્ય એકાશન કરતાં વૈયાવૃત્યાદિ બલવન્દ્ર ગુણના ઘાતક પણ ઉપવાસને શ્રેષ્ઠ સમજે છે. આથી સમજી શકાશે કે – દેશનાદ્વાઢિશિકાના સોળમા શ્લોમાં જે જણાવ્યું છે અને તેના વિવરણકારે ટિપ્પણીમાં જે જણાવ્યું છે – એ બેના આશયમાં ઘણું અંતર છે. એનું કારણ વિવરણકારનું અજ્ઞાન નથી; પરન્તુ બીજું જ કોઈ કદાગ્રહ વગેરે છે – એ સ્પષ્ટ છે... ખેર ! એની સાથે આપણને કોઈ જ નિસબત નથી. આર-૧૬ ભાવનાજ્ઞાનથી જેમ ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ તેના અભાવમાં અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, તે જણાવાય છે – विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये । गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ॥२-१७॥ “ભાવનાજ્ઞાનનો અભાવ હોય તો ગ્લાનને ઔષધ આપવાના અભિગ્રહવાળા સાધુઓની જેમ અજ્ઞ(અજ્ઞાની) માણસોને વિશે ચોક્કસ જ ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી.- આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મારે ગ્લાનને ઔષધ આપવું જોઈએ - આવા પ્રકારનો અભિગ્રહ ચાતુર્માસ દરમ્યાન કેટલાક સાધુભગવન્તોએ ગ્રહણ કર્યો હતો. આ રીતનો અભિગ્રહ ધારણ કરવાની તેમની બુદ્ધિ ધર્મવિષયક(ધર્મની) હોવા છતાં તેમને ભાવનાજ્ઞાન ન હોવાથીએ બુદ્ધિ તેમના માટે જેમ કલ્યાણકારિણી ન બની તેમ ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી. વેર-૧ળા. DED]D]D]D]D]D]B 99 BEDDDDDDDDDDD dollegedlNfGNS ૩૩dsdsdsdsdElec/

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64