________________
નહિ મળેલા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થાય એ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. એ મુજબ પોતાની પાસે ઉપસ્થિત શ્રોતાને આકૃષ્ટ કરવા ધર્મોપદેશક તેની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ શ્રી જિનવચનની દેશના આપે છે. શ્રોતા આકૃષ્ટ ન બને તો ધર્મના ઉપદેશકની વાત ઉપયોગપૂર્વક તે નહિ સાંભળે. અને શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત બને નહિ તો તેને બીજા નયોની વાત સમજાશે નહિ. તેથી ધર્મોપદેશકે તે તે શ્રોતાને પ્રથમ તેની રુચિ મુજબ અને ત્યાર બાદ નયાન્તરસાપેક્ષ એવું શ્રી જિનવચન સમજાવવું જોઈએ. આ રીતે આકૃષ્ટ શ્રોતા અને પરિકર્મિતબુદ્ધિવાળો શ્રોતા પરિશિષ્ટ અર્થશ્રવણ કરવા માટે યોગ્ય બને છે, જે ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. ર-૨૮
મહાત્માઓનો કોઈ પણ કાર્યનો આરંભ અપ્રામની પ્રાપ્તિ કરાવવા માટે હોય છે - તે વાતનું દૃષ્ટાન્તથી સમર્થન કરાય છે – संविग्नभाविता ये स्यु र्ये च पार्श्वस्थभाविताः। मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ॥२-२९॥
“જેઓ સંવિગ્નોથી ભાવિત છે અને જેઓ પાર્થસ્થથી ભાવિત છે તેમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિવફાર્યા વિના શુદ્ધ પિણ્ડ જ ગ્રહણ કરનારા પૂ. સાધુભગવન્તો હોય છે. આ પ્રમાણે જણાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમી ગાથાનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આ પૂર્વેના શ્લોકમાં જણાવ્યું છે કે અપ્રાસને પ્રાપ્ત કરાવવા માટેનો કોઈ પણ મહાત્માઓનો કાર્યારંભ હોય છે. એ મુજબ ધર્મોપદેશકો શ્રોતાની રુચિ મુજબ શ્રી જિનવચનનું પુણ્યશ્રવણ કરાવીને તેની સ્વ-પરસન્નતાને અને બુદ્ધિની પરિકર્મિતાને
D]D]D]D]D]D]D'
GST DID]D]D]D]DDED