Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ સમજાવ્યું હોય છે કે પૂ. સાધુભગવન્તોને વહોરાવવાથી બહુ લાભ મળે છે. શિકારી જેમ શિકાર(મૃગાદિ)ની પાછળ પડે છે તેમ ગૃહસ્થોએ પૂ. સાધુભગવન્તોને ગમે તે રીતે વહોરાવવું જોઈએ. પાર્થસ્થોના આવા પરિચયના કારણે અને પોતાના અભિનિવેશના કારણે એ શ્રોતાને બીજી વાતનું કોઈ જ જ્ઞાન હોતું નથી. તેથી આવા પાર્શ્વસ્થભાવિત શ્રોતાને; ‘પૂ. સાધુભગવન્તોએ શુદ્ધ પિંડ જ ગ્રહણ કરવો જોઈએ’ આ વાત જ સમજાવવી. પરન્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને એ વાત ન આશ્રયીને અશુદ્ધ પિડ પણ લઈ શકાય છે સમજાવવી: આ પ્રમાણે શ્રી બૃહત્કલ્પમાં જણાવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે સંવિગ્નભાવિત અને શિકારીના દૃષ્ટાન્તથી ભાવિત(પાર્શ્વસ્થથી ભાવિત અભિનિવેશી) શ્રોતાને ક્ષેત્ર, કાળ અને ભાવ (તેમ જ દ્રવ્ય)ને છોડીને (અર્થાત્ તેને લઈને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાની વાતને છોડીને) શુદ્ધ જ પિંડ જણાવવો. અહીં સમજી લેવું જોઈએ કે સંવિગ્નભાવિત શ્રોતાઓને તેમની રુચિ મુજબ શુદ્ધ પિંડ જણાવ્યા પછી દ્રવ્યાદિ કારણે અશુદ્ધ પિંડ પણ પૂ. સાધુભગવન્તો લઈ શકે છે- એ જણાવવું. પાર્થસ્થભાવિત શ્રોતાઓને તો, શુદ્ધપિંડ જ ગ્રહણ કરવાનો છે– તે જણાવવું. આનાથી બીજું જણાવવાનું પિષ્ટપેષણ (પીસેલાને પીસવું) જેવું નિરર્થક છે કારણ કે સંવિગ્ન અને પાર્શ્વસ્થથી ભાવિત તે તે શ્રોતાને; અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ પિંડ પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરી શકે છે એની જાણ છે જ. તેથી તે જણાવવાનું અર્થહીન છે. કારણ કે મોટાઓનો પ્રયાસ અપ્રામની પ્રાપ્તિ માટેનો હોય છે. II૨-૨૯૦ - Gudud - ... ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નભાવિતાદિ માટે જે રીતે દેશના આપવાની, તે જણાવ્યું. હવે જો શ્રોતા કુનયાદિની દેશનાથી ભાવિત BO ૫૫ AEDDE pupp DJGUDUDI ט

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64