Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ સાધનાનો એ (મોક્ષનું અર્થીપણું) તો પ્રાણ હતો. એના નાશ પછી શું બચવાનું હતું ? જે ગીતાર્થ પૂ. ગુરુભગવન્તો, કલિકાલજેવા ખરાબ કાળમાં પણ ધર્મને દીપ્તિમાન રાખી શકે છે, એમાં એકમાત્ર આ ધર્મદેશનાનો જ પ્રભાવ છે. શાસ્ત્રીય રીતે દેશના આપવાનું કાર્ય બધા જ ધર્મદેશકો કરે તો ચોક્કસ જ ધર્મનો વાસ્તવિક પ્રભાવ વધ્યા વિના નહિ રહે. શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્મદેશના, શાસ્ત્રીય રીતે જ પૂ. ગીતાર્થ ગુરુભગવન્તોએ જ આપવી જોઈએ. અન્યથા ધર્મદેશનાથી ધર્મની વૃદ્ધિ નહીં થાય - એ ભૂલવું ના જોઈએ. I૨-૩૧॥ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના એકમાત્ર પ્રભાવક એવા પૂ. ગીતાર્થ ગુરુભગવન્તને નમસ્કાર કરી આ પ્રકરણનું સમાપન કરાય છે – गीतार्थाय जगज्जन्तुपरमानन्ददायिने । मुनये भगवद्धर्मदेशकाय नमो नमः ॥२- ३२॥ જગતના જીવોને પરમાનન્દ આપનારા અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા ધર્મની દેશનાને આપનારા ગીતાર્થ મુનિભગવન્તને નમસ્કાર હો... ! નમસ્કાર હો.... ! - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. ગીતાર્થ મુનિભગવન્તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા જ પરમતારક ધર્મની દેશના આપે છે. એ પરમતારક દેશના દ્વારા તેઓશ્રી જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે. શ્રી તીર્થંકરપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક ધર્મની દેશનાને છોડીને બીજું કોઈ એવું સાધન નથી કે જેથી વાસ્તવિક પરમાનંદ પ્રાપ્ત કરી શકાય. અનન્તદુ:ખમય આ સંસારમાં સુખનો લેશ પણ નથી. ૫૯ Bend) pape 000 0797 po

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64