________________
નાશ થવાથી અન્યદર્શનકારની વાત કેટલા અંશમાં સાચી છે - એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને સાથે સાથે ધર્મોપદેશક-પૂ. ગુરુભગવન્ત જણાવેલી સ્વદર્શનની (જૈન દર્શનની) વાતની પારમાર્થિકતાનો પણ
ખ્યાલ આવી જાય છે. આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી નયાન્તરનું પ્રાધાન્ય ગ્રહણ કરાવી શકાય છે, તેથી દુર્નયત્વનો પ્રસગ્ન આવતો નથી. ન્યાયદર્શનાદિમાં તર્ક અયથાર્થજ્ઞાનરૂપ હોવા છતાં અનુમાનમાં વ્યભિચારશંકાની નિવૃત્તિ કરાવવા દ્વારા અનુમાનપ્રામાણ્યનો અનુગ્રાહક હોવાથી તકની પ્રામાણ્યોપયોગિતાદિ જેમ મનાય છે તેમ અહીં પણ દુર્નયના દુષ્ટાંશનો પ્રતિક્ષેપ હોવા છતાં પ્રકૃતિનયમાં દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. એક નય બીજા નયનો પ્રતિક્ષેપ કરે ત્યારે નયાન્તરને દૂષિત બનાવવાનું તાત્પર્ય હોય અને નયાન્તરના પ્રાધાન્યનું ગ્રાહત્વ ન હોય તો પ્રતિક્ષેપ કરનાર નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવે છે. તર્કની અનુગ્રાહક્તાદિનું સ્વરૂપ ન્યાયની પરિભાષાને સમજનારા સારી રીતે સમજી શકે છે. ન્યાયની પરિભાષાના જેઓ સાવ જ અજાણ છે; તેમને ઉપર જણાવેલી વિગત સમજવાનું અઘરું છે. સ્થલ દ્રષ્ટિએ ઉપર જણાવેલી વિગત સમજવી હોય તો એ રીતે સમજવી જોઈએ કે બહારથી જોતાં એમ લાગે કે પ્રવૃત્તિ દુષ્ટ છે. પરન્તુ તેની પાછળનો ઉદ્દેશ ઉપર જણાવ્યા મુજબ નયાારના પ્રાધાન્યના વ્યવસ્થાપનનો હોય. આવા સ્થળે કોઈ જ દોષ નથી. ઉદ્દેશ નિર્દોષ હોય તો પ્રવૃત્તિની દુષ્ટતાનો વિચાર કરવાની આવશ્યક્તા નથી. સત્યનો અસ્વીકાર : એ નયાન્તરની દુર્નયતાનું બીજ છે. અસત્યાંશને દૂર કરવાથી દુર્નયતાનો પ્રસંગ આવતો નથી. ‘નયરહસ્ય'માં ગ્રન્થકારશ્રીએ આ વિષયનો નિર્ણય કર્યો છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ર-૩ળા
@DD]D]D]D]D]D]B
ELED ELETEDDED