________________
હોય અને અભિનિવેશવાળો હોય તો શું કરવું તે જણાવાય છે -
दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि । दुष्टांशच्छेदतो नाङ्ग्री दूषयेद् विषकण्टकः ॥२-३०॥
“એકાન્તગ્રહસ્વરૂપ દુર્નયનો અભિનિવેશ હોય તો તે દુર્ણયને દૃઢતાપૂર્વક દૂષિત કરવો જોઈએ. કારણ કે દુષ્ટાંશના છેદનથી વિષકંટક પગને પીડા પહોંચાડતો નથી.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - કુદેશના(પરસ્થાનદેશના ઉન્માગદશનાદિ) ના શ્રવણના કારણે શ્રોતાને દુર્નય(કુઝનય-નયાભાસ) માં અભિનિવેશ છે – એવું જણાય તો તે દુર્નયમાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાં. કારણ કે દુષ્ટાંશના ઉચ્છેદથી જેમ ઝેરી કાંટો પગને વિષની બાધાથી દૂષિત કરતો નથી તેમ અહીં પણ તે દુર્નયના દુષ્ટ અંશનો છેદ કરવાથી બંન્ને નયો સુસ્થિત થાય છે. ધર્મોપદેશક જે વાત જણાવે છે તે એક નય અને શ્રોતા જે સમજે છે તેમાંના દુષ્ટ અંશથી રહિત જે વાત છે તે બીજો નય : આ બંન્ને નયો સુસ્થિત બને છે.
જોકે આ રીતે દુનયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી ઈતરાંશનો પ્રતિક્ષેપ કરવાના કારણે પોતાના નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવશે. કારણ કે નય, બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નથી હોતા. બીજા નયનો પ્રતિક્ષેપ કરનાર નયને દુર્ભય કહેવાય છે. પરંતુ પ્રકૃતિસ્થળે દુર્ણયને દૂષિત કરવાનું તાત્પર્ય ન હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે દુર્નયના દૂષણ બતાવતી વખતે એ નયમોના દુષ્ટ અંશનો જ ઉચ્છેદ કરવાનું તાત્પર્ય છે. એમ કરવાથી દુર્નયના દુષ્ટ અંશનો નાશ થવાથી તે સુનય બને છે અને નયાન્તરની વાતનું વ્યવસ્થાપન થાય છે. અન્યદર્શનકારોની એકાન્તવાદની કુદેશનાથી જેને એકાન્ત નિત્યત્વ કે એકાન્ત અનિત્યત્વનો અભિનિવેશ છે, એવા શ્રોતાને એકાન્તવાદની માન્યતામાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાથી શ્રોતાને, અભિનિવેશનો
ADDDDDDDD
DEEDED]D]D]DD; G/G/G/ENGAGAZINGS
11