Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારાં પૌદ્ગલિક સુખો પણ પરિણામે દુઃખરૂપ હોવાથી વસ્તુતઃ એ દુ:ખસ્વરૂપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સન્તમ સમસ્ત જગતના વિવિધ તાપને દૂર કરી પરમાનંદનો અનુભવ કરાવનારી પરમતારક ધર્મદેશના છે. દુઃખમાં દુઃખ ભુલાવી દે અને સુખ યાદ આવે નહિ : એ રીતે પરમાનંદનો અનુભવ ધર્મદેશનાના પુણ્યશ્રવણથી થાય છે. આ પ્રમાણે પૂ. ગીતાર્થ મુનિભગવન્તો ભગવાને પ્રરૂપેલા ધર્મની દેશનાને આપવા દ્વારા જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે. આવા પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની ધર્મદેશનાના શ્રવણથી આપણે પણ પરમઆનદનો અનુભવ કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા..... ર-૩રા તિ દેશના-વંશિકા ! अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ CCCCCCC000 genanananananana

Loading...

Page Navigation
1 ... 61 62 63 64