Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ જાણીને નયાન્તરનું શ્રવણ કરાવે છે. આ વાતનું સમર્થન કરતાં આ શ્લોકમાં જણાવ્યું છે કે સંવિગ્ન અને પાર્શ્વસ્થથી ભાવિત એવા શ્રોતાને દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના કારણે ગ્રહણ કરાતા અશુદ્ધ પિંડને છોડીને માત્ર શુદ્ધ પિંડ જ પૂ. સાધુભગવન્તોને ગ્રહણ કરવાનો છે – એ સમજાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે. મોક્ષની તીવ્ર અભિલાષાવાળા – સંવિગ્ન મહાત્માઓથી ભાવિત બાલજીવો અને પંડિતજીવો હોય છે. પાર્શ્વસ્થવાસિત બાલજીવો હોય છે અને તે અહીં અભિનિવેશવાળા સમજવા. સંવિગ્ન મહાત્માઓથી -ભાવિત પણ પરિણત(પરિપક્વ) થયેલા ન હોવાથી તેઓ એમ જ માને છે કે પૂ. સાધુભગવન્તોએ શુદ્ધ જ પિંડ ગ્રહણ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેઓ સંયોગવિશેષમાં અશુદ્ધ પણ પિંડને લઈ શકે છે : એ વાતને તેઓ જાણતા નથી. દહીં વગેરે વિશિષ્ટ દ્રવ્ય; અટવી વગેરે ક્ષેત્ર; દુષ્કાળાદિ કાળ અને રોગાદિ ભાવવિશેષને લઈને પૂ. સાધુભગવન્તોને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાનો નિષેધ નથી - આ વાત સંવિગ્રભાવિત એવા અપરિણત શ્રોતાને ખ્યાલમાં ન હોવાથી તેની રુચિ અનુસાર તેને શુદ્ધ પિંડની ઉપાદેયતા સમજાવવી. કારણ કે તેઓ દ્રવ્યાદિની વિશેષતાને ધ્યાનમાં લીધા વિના એકાન્ત શુદ્ધ જ પિંડ પૂ. સાધુભગવન્ને ગ્રહણ કરવો જોઈએ – એવું માને છે. તેથી તેમને તેમની રુચિ અનુસાર તે સમજાવવું. આ રીતે ‘આવી યથારુત્તિ શ્રાવ્યમ્' આનું સમર્થન થયું. હવે તતો વાવં નવાન્તરમ્ આનું સમર્થન કરાય છે. આશય એ છે કે શ્રોતાને જે વસ્તુની ખબર નથી તે વસ્તુ પણ અવસરે તેને જણાવવાની છે. પાર્થસ્થ(સાધુપણાના આચારમાં શિથિલ)થી ભાવિત એવા અભિનિવેશવાળા શ્રોતાને પાર્શ્વસ્થોએ એવું EEEEEE Udddddd/bDc/G ૫૪ Udddddddd06EOG

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64