________________
જીવોને અપાતી પ્રમાણભૂત દેશના અપ્રધાન-દ્રવ્યદેશના-સ્વરૂપ હોવાથી અપ્રમાણ છે, પ્રમાણભૂત નથી. એની અપેક્ષાએ બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી તેમની બુદ્ધિને પરિકર્ષિત કરવા દ્વારા કાલાન્તરે નયાન્તરની વ્યુત્પત્તિ કરાવવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નયપ્રધાન દેશના પણ પ્રમાણદેશના માટે યોગ્ય હોવાથી પ્રમાણભૂત છે... //ર-રણા
બાલાદિ જીવોને એક નયની દેશના પણ જે રીતે આપવાની છે તે જણાવાય છે –
आदौ यथारुचि श्राव्यं ततो वाच्यं नयान्तरम् । ज्ञाते त्वेकनयेऽन्यस्मात् परिशिष्टं प्रदर्शयेत् ॥२-२८॥
શરૂઆતમાં શ્રોતાની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ એવું શ્રી જિનવચન સંભળાવવું, ત્યાર પછી શ્રોતાને બીજા નયનું શ્રવણ કરાવવું. આ રીતે એક નયની વાત શ્રોતાએ જાણી લીધી હોય ત્યારે બાકીની બધી વાતો જણાવવી.” આ પ્રમાણે અઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે બાલાદિ શ્રોતા ધર્મશ્રવણ માટે ઉપસ્થિત થાય ત્યારે ધર્મદેશકે સૌથી પ્રથમ શ્રોતાને જે નયમાં રુચિ હોય તે નયને અનુકૂળ એવી શ્રી જિનવચનની વાત કરવી. ત્યાર પછી શ્રોતા પોતાને પરતત્ર થયો છે કે નહિ, તેમ જ તેની બુદ્ધિ પરિકર્મિત થઈ છે કે નહિ તે જાણીને પોતાના સિદ્ધાન્તથી અતિરિક્ત એવા નયાન્તરનું પ્રતિપાદન કરવું. આથી શ્રોતા એક નયનો જ્ઞાતા બને એટલે પછી શ્રોતાને જેનું જ્ઞાન નથી એવા બાકીના અજ્ઞાત નયાન્તરોનું પ્રતિપાદન કરવું. કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિ; બીજાને જે અપ્રામ છે તેને પ્રાપ્ત કરાવનારી હોવાથી શ્રેષ્ઠ છે.
ધર્મના પરમતારક એવા ઉપદેશકાદિ મહાત્માઓ આપણને
HD]D]D]D]D]D]D]
D
G DTDODADDDDDDDED GoldSMSMSMSMS૧૨ /GOSWAMS/NOSTS