________________
સામાન્ય રીતે વર્તમાનમાં બાલાદિ જીવોને વ્યવહારાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય છે; તેનાથી બીજો નિશ્ર્ચયાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય, તે અર્થ સ્વરૂપ અર્થાન્તરને ભવિષ્યમાં સરળતાથી ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય અહીં બુદ્ધિનું પરિકર્મ છે.
યદ્યપિ આ રીતે પણ બાલાદિ જીવોને એકાન્તદેશના આપવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે જ છે. કારણ કે એકાન્તમાં મિથ્યાત્વ છે. પરન્તુ અહીં બાલાદિ જીવોને વ્યવહારાદિપ્રધાન દેશના આપતી વખતે નિશ્ચયાદિ-અર્થાન્તરના પ્રતિપક્ષ તરીકે વ્યવહારાદિનું પ્રાધાન્ય જણાવાતું નથી. તેમ જ ભવિષ્યમાં બુદ્ધિની પરિકર્મિતતામાં નિશ્ચયાદિનયાન્તરના વ્યવસ્થાપનનો પરિણામ છે. આથી સમજી શકાશે કે નિશ્ર્ચયાદિનયાન્તરની વ્યવસ્થાપનાના પરિણામકાળે વ્યવહારાદિનયપ્રધાન દેશના નિશ્ચયાદિનયસ્વરૂપ અર્થાન્તરના પ્રતિપક્ષ સ્વરૂપ ન હોવાથી પરમાર્થથી કોઈ દોષ નથી. શિષ્યની બુદ્ધિને પરિકર્મિત કરવા માટે વ્યવહારાદિનયપ્રધાન દેશનાનું પણ સમર્થન સમ્મતિતઽદિ-ગ્રન્થમાં કરાયું છે.
૫૨-૨૬॥
ઉપર જણાવ્યા મુજબ બાલાદિ જીવોને અપાતી એકનયાક્રાન્તદેશનામાં કોઈ દોષ ન હોય તોપણ તે દેશનાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે મનાય ? - આવી શક્કાનું સમાધાન કરાય છે -
प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता ।
द्रव्यतः सापि नो मानं वैपरीत्यं यया भवेत् ॥ २ - २७॥ ‘બાલાદિ જીવોને અપાતી વ્યવહારપ્રધાનાદિ દેશના; તેમની બુદ્ધિની પરિકર્મિતતાથી અન્યનયાદિને ગ્રહણ માટે યોગ્ય બને છે.
Ed DDDD
૫૦
DHODI
DOD