Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ માટે અહિતકારિણી છે. વ્યવહાર-નિશ્ચય; ઉત્સર્ગ–અપવાદ અને સાપેક્ષ-નિરપેક્ષ.... વગેરે વિકલ્પગર્ભિત વાતો કરી અનુવાદકારે વિચિત્ર રજૂઆત કરી છે. એની પાછળની એમની ભાવના ગમે તે હોય પરન્તુ એ પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનથી આત્માને દૂર કરનારી છે..... ૨-૨૫॥ આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જીવોને આપવાયોગ્ય દેશનાનું વર્ણન પૂર્ણ થયું. બાલાદિ જીવોને ઉપર જણાવ્યા મુજબ તે તે નયની દેશના કઈ રીતે અપાય ? કારણ કે દેશના તો સર્વનયોનીપ્રમાણભૂત આપવી જોઈએ. આવી શંકા કરીને તેનું સમાધાન કરાય છે – देश कनयाक्रान्ता कथं बालाद्यपेक्षया । इति चेदित्थमेव स्यात् तद्बुद्धिपरिकर्मणा ॥२-२६॥ બાલાદિ જીવોને ધર્મનું રહસ્ય કહેવામાં ન આવે તો માત્ર વ્યવહાર કે નિશ્ચયનયની પ્રધાનતાએ દેશના આપવાનું કઈ રીતે યોગ્ય છે ? - આ પ્રમાણે શકા નહિ કરવી જોઈએ. કારણ કે બાલાદિ જીવોની બુદ્ધિ આ રીતે જ પરિકર્મિત થતી હોય છે. - આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવોને બાહ્ય આચારની મુખ્યતાએ; મધ્યમજીવોને આભ્યન્તર આચારની મુખ્યતાએ વ્યવહારનયપ્રધાન દેશના આપવાની છે અને પંડિતજનોને ધર્મના રહસ્યની પ્રધાનતાએ નિશ્ચય (આન્તરિક આજ્ઞા-બહુમાનાદિ-પરિણતિ) નયપ્રધાન દેશના આપવાની છે. પરન્તુ જ - આ રીતે એક નયપ્રધાન દેશના આપવાનું ઉચિત નથી. કારણ કે આવી એકાન્તદેશનામાં મિથ્યાત્વદોષનો પ્રસઙ્ગ આવે છે. - આ પ્રમાણે શકાકારનું કહેવું છે. તેના સમાધાનમાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે આ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ વ્યવહાર કે નિશ્ર્ચયાદિની મુખ્યતાએ જ દેશના આપવાથી બાલાદિ જીવોની બુદ્ધિ પરિકર્મિત બને છે. ECCEEDE HdDUuUu4UDU GODE ૪૯ 'EDEEEEE GODDBG/G/G/]

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64