________________
પણ ખૂબ જ સ્પષ્ટ નિરૂપણ છે. સમગ્ર પ્રકરણનો સાર ભગવાન શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના આદરમાં સમાવિષ્ટ છે. મુમુક્ષુજનોએ એ આદરની પ્રકર્ષ અવસ્થાને પ્રાપ્ત કરવા શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાને આત્મસાત્ કરી લેવી જોઈએ... આ જણાવવાનું કારણ એ છે કે ત્રિશ-વિંશિT મ. પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા' આ પુસ્તકના પે.નં. પ૫ માં અનુવાદકશ્રીએ જે જણાવ્યું છે, તેની વિચિત્રતાનો વાંચકોને ખ્યાલ આવે.
અનુવાદકશ્રીની દૃષ્ટિએ જે સાચું છે તે ક્ષણવાર માની લઈએ કે શાસ્ત્રના નામે દંભ કરનારાને આશ્રયીને સાચું છે. પરંતુ એમાં શાસ્ત્ર કે શાસ્ત્રવિદોનો ક્યો અપરાધ છે કે અનુવાદકશ્રીને આ રીતે વિકૃત લખવાની આવશ્યકતા ઊભી થાય. અનુવાદકશ્રીએ પોતાનું લખાણ નિષ્પક્ષભાવે શાંતિથી વારંવાર વાંચી લેવું જોઈએ, જેથી તેઓ સમજી શકશે કે પોતે કરેલી ટીકાના ભોગ પોતે જ બન્યા છે. પોતાના અનુયાયીવર્ગને એ બધું વારંવાર વંચાવવાની જરૂર છે. દ્વાત્રિશ દ્રાવિંશિકા જેવા આત્મલક્ષી આકર ગ્રન્થના અનુવાદ વખતે અનુવાદકશ્રીએ પોતાની જાત છુપાવી નથી – એ આપણું ખરેખર જ સદ્ભાગ્ય છે. અન્યથા આપણને તેઓશ્રીનો પરિચય કરવાની તક મળતા નહિ. શાસ્ત્રના નામે પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાઓનું સમર્થન કરવાની વૃત્તિ જેમ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી તેમ વર્ષોથી જેનું લખી-બોલીને સમર્થન કરતા આવેલા; તેનો માત્ર એક વ્યક્તિ પ્રત્યેની દ્વેષ, ઈર્ષ્યા અને માત્સર્ય વગેરેના કારણે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પણ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી. પોતાને ઈષ્ટ એવા અર્થને સિદ્ધ કરવા શાસ્ત્ર જોવાં નથી, શાસ્ત્રકારોને અપ્રામાણિક ગણાવવા છે અને શાસ્ત્રના જાણકારોની મશ્કરી કરવી છે. - આ બધી પ્રવૃત્તિ ભાવનામય જ્ઞાન
GDC]D]D]D]D]BEDED SEDED]D]D]D]D]D] ASીSિINESSAGE ૪૮ked dd/6d676765