________________
થાય છે. સમરસાપત્તિનો અર્થ સમતાપત્તિ છે. પરમાત્માની સાથે જીવાત્માની સમાન અવસ્થાને સમતાપત્તિ કહેવાય છે. ધ્યાનના પરમ ફળ તરીકે આ સમરસાપત્તિને વર્ણવી છે. ‘મોક્ષના બીજભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ યોગના સ્વામીઓની આ સમતાપત્તિ માતા છે.'
આ પ્રમાણે શ્રીષોડશક પ્રકરણમાં મૅભેદ યોનિમાતા આ ગ્રન્થથી જણાવ્યું છે. એ વાત ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોનું પ્રાધાન્ય ન સમજાય તો આત્માને યોગની પ્રાપ્તિ જ થાય એમ નથી. યોગીજનોનો જન્મ જ ઉપર જણાવ્યા મુજબ વચનમય સમાપત્તિથી થતો હોય છે. આથી સમજી શકાશે કે સમાપત્તિસ્વરૂપ અસઙ્ગાનુષ્ઠાન જેનું ફળ છે તે વચનાનુષ્ઠાન આજ્ઞાના આદર દ્વારા જ ઉપપન્ન થાય છે, તેથી આજ્ઞાનો આદર જ શ્રેષ્ઠ છે.
કહેવાનો આશય એ છે કે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સામાન્ય રીતે પ્રીતિના કારણે થતું અનુષ્ઠાન પ્રીત્યનુષ્ઠાન છે. પવિત્રતાના કારણે થતું અનુષ્ઠાન ભક્ત્યનુષ્ઠાન છે. માત્ર શ્રી તીર્થંકરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન છે માટે જે અનુષ્ઠાન કરાય છે તે વચનાનુષ્ઠાન છે. અને વચનાનુષ્ઠાનના અભ્યાસાતિશયથી સ્વાભાવિક રીતે થતા અનુષ્ઠાનને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિથી આત્મા શ્રી તીર્થંકરપરમાત્માના વચનમય બને છે. મુખ્યપણે સામર્થ્યયોગમાં પ્રાપ્ત થનારું અસંગાનુષ્ઠાન; સમરસાપત્તિ(સમાપત્તિ-સમતાપત્તિ)સ્વરૂપ છે. અને તે વચનાનુષ્ઠાનનું એકમાત્ર ફળ છે. વચનની પવિત્ર આરાધનાનો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે. ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિની જ સંભાવના નથી, તેથી તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારા સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાનની સંભાવના પણ રહેતી નથી. આ રીતે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેનો
CEEDE
EZEDD