________________
પંડિતજનોને ઉચિત દેશનાને જણાવાય છે – वचनाराधनाद् धर्मोऽधर्मस्तस्य च बाधनात् । धर्मगुह्यमिदं वाच्यं बुधस्य च विपश्चिता ॥२-२४॥
“વચનની આરાધનાથી ધર્મ છે અને અધર્મ વચનના બાધથી થાય છે - આ ધર્મનું રહસ્ય વિદ્વાને પંડિતજનોને સમજાવવું જોઈએ.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભાવનાજ્ઞાનથી ભાવવાયોગ્ય વસ્તુના ઔદમ્પર્વને માનનારા પંડિતજનોને વિદ્વાન ધર્મોપદેશકે ધર્મનું પરમરહસ્ય સમજાવવું જોઈએ. શ્રીતીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમને અનુસારે જ આરાધના કરવાથી ધર્મ થાય છે. અને એ પરમતારક આગમનો બાધ થવાથી (આગમવિરુદ્ધ વર્તવાથી) અધર્મ થાય છે. આ ધર્મનું પરમરહસ્ય છે.
પરમાત્માના વચનની આરાધનામાં જ ધર્મ છે અને તે વચનની બાધામાં જ અધર્મ છે - આવો એકાન્ત; કોઈ પણ ક્યિા વગેરેમાં નથી. અહિંસાદિમાં એકાન્ત ધર્મ નથી અને હિંસાદિમાં એકાન્ત અધર્મ નથી. શ્રી તીર્થંકરપરમાત્માના વચનાનુસાર અહિંસાદિમાં ધર્મ છે અને તેની બાધાનુસાર તેમાં અધર્મ છે. આવી જ રીતે શ્રી તીર્થંકર પરમાત્માના વચનાનુસાર યતનાપૂર્વક નદી ઊતરવાદિમાં થતી હિંસામાં અધર્મ નથી અને વચનનિરપેક્ષ તેમાં અધર્મ છે. આ રીતે અહિંસાદિમાં કથંચિ ધર્મ છે અને હિંસાદિમાં કથંચિદ્ર અધર્મ છે. વચનની આરાધનામાં કે બ્રિાધામાં અનુક્રમે એકાન્ત ધર્મ અને અધર્મ છે. આ રીતે બધી જ ક્રિયાઓને ગૌણ બનાવી છે અને ભગવાનના પરમતારક વચનને પ્રધાન બનાવ્યું છે જેમાં એવું ધર્મગદ્ય-રહસ્ય પંડિત- જીવોને સમજાવવું. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં અનુષ્ઠાનો
GEddddddddlS
dE SONGS]NZdSS