________________
ભોજન જણાવવું. રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી ગ્રહણ કરેલું કે વાપરેલું જે ન હોય તે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન કહેવાય છે. પોતાના માટે કરેલું, કરાવેલું કે અનુમોદેલું જે ન હોય તે ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. તેમ જ પોતાના માટે કાપેલું, રાંધેલું કે ખરીદેલું જે ન હોય તેને ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. આવા ભોજનને જ પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરતા હોય છે અને વાપરતા હોય છે. જે આવું પરિશુદ્ધ ભોજન ન હોય તેને તેઓ ગ્રહણ કરતા નથી..... આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું. અન્યદર્શનમાં આ આચારનું દર્શન નહિ થાય. તેની વાત પણ સાંભળવા નહિ મળે. ।।૨-૨૨
મધ્યમબુદ્ધિવાળાને જ સમજાવવાના કેટલાક આચારો જણાવાય છે .
-
वयः क्रमेणाध्ययनश्रवणध्यानसङ्गतिः ।
सदाशयेनानुगतं पारतन्त्र्यं गुरोरपि ॥२-२३||
“વયના ક્રમે અધ્યયન, શ્રવણ અને ધ્યાન કરવું તેમ જ સદાશયથી યુક્ત ગુરુનું પારતન્ત્ય રાખવું.... આ પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું.'' - આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવન્તોએ પ્રથમ વયમાં સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. મધ્યમ વયમાં અર્થનું શ્રવણ કરવું જોઈએ અને છેલ્લી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ : આ પૂ. સાધુભગવન્તોનો આચાર છે. આ પ્રમાણે મધ્યમબુદ્ધિવાળાને સમજાવવું. નિરન્તર સ્વાધ્યાયમાં લીન રહેનારા પૂ. સાધુભગવન્તોની જ્ઞાનસંપાદનની પદ્ધતિ સમજી લેવાની આવશ્યકતા છે. શાસ્ત્રીય રીતે સામાન્યથી બાર વર્ષ સુધી સૂત્ર ભણવાનું છે. અને ત્યાર બાદ તેના અર્થનું શ્રવણ કરવાનું છે. આ રીતે સૂત્ર અને અર્થ : ઉભયના જ્ઞાતા
ET
DETEC
૪૨.
DECE