________________
કાળે અને ભાવને આશ્રયીને અમુક જ પાસેથી લેવાની વગેરે અભિગ્રહ ધારણ કરવા. દૂધ, દહીં, ઘી વગેરે વિગઈનો ત્યાગ કરવાનો. તપમાં એક, બે વગેરે જ દ્રવ્ય વાપરવાનાં અથવા એક, બે વગેરે કોળિયા વાપરવાના. સદાને માટે અનિયતપણે વિહાર કરવાનો, એક જ સ્થાને નહિ રહેવાનું અને સદાને માટે કાયાનો ત્યાગ કરવો, મમત્વ નહિ રાખવાનું........ આ બધા પણ બાહ્ય આચારો બાલજીવોને જણાવવા. અને અવસરે અવસરે તેની આગળ સેવીને બતાવવા. કોઈ વાર આપણાથી એ શક્ય ન હોય તોપણ બાલજીવોની દેખતાં અપવાદ નહિ સેવવા. અન્યથા ઉપદેશકની પ્રત્યે અશ્રદ્ધા થવાથી શ્રોતા(બાલ જીવો)ઓને મિથ્યાત્વની વૃદ્ધિનો પ્રસંગ આવશે.
બાલવોને ઉદ્દેશીને વર્ણવેલા પૂ. સાધુભગવન્તોના બાહ્ય આચારો ખરેખર જ સર્વશ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ ધર્મમાં આવા આચારો ઉપદેશેલા નથી. સાધુપણાનું બાહ્ય સ્વરૂપ પણ કેટલું અઘરું છે –એ આથી સમજી શકાય છે. દુનિયાના દાર્શનિકોની જ્યાં નજર પણ પહોંચી નથી એવા આચારોને આત્મસાત્ કરનારા પૂ. મુનિભગવન્તોનું બાહ્ય સ્વરૂપ પણ અદ્ભુત છે. મુનિજીવનની સર્વ - શ્રેષ્ઠતાનો પરિચય કરવા માટે આ આચારોનું પરિશીલન નિરન્તર કરવું જોઈએ. કેટલીક વાર બાહ્ય આચારો પણ આન્તરિક પરિણામોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આવા પ્રકારના બાહ્ય આચારોની ઉપેક્ષા ખરી રીતે આન્તરિક અશ્રદ્ધામલને સૂચવનારી છે. સમ્યગ્લોચ; ધરા શધ્યા; ચિત્ર તપ; પરીષહ; અલ્પોધિત્વ: પાદત્રાણરહિતત્વ; બે પ્રહરની રાત્રે નિદ્રા; પિંડવિશુદ્ધિ દ્રવ્યાદિ-અભિગ્રહ વિગઈનો ત્યાગ; એકસિફથાદિ પારણું અનિયતવિહારકલ્પ અને નિત્ય કાયોત્સર્ગ.... આ બધા આચારો ઉપર એક વાર નજર સ્થિર કરવાની જરૂર છે.
DDDDDDDD;
D]D]D
D]D]D]D]D