________________
“સારી રીતે લોચ કરવો; પૃથ્વી ઉપર શયન કરવું; ભિન્ન ભિન્ન જાતના તપ કરવા; પરીષહો સહન કરવા અને અલ્પ ઉપાધિ રાખવી... ઈત્યાદિ બાહ્ય (જોનારની નજરે દેખાય તેવા) આચારો બાલવોને કહેવાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલજીવોને પૂ. સાધુભગવન્તોના બાહ્ય આચારો કેવા હોય છે તે જણાવતી વખતે જણાવવું કે માથાના અને દાઢીમૂછના વાળનો લોચ સારી રીતે કરવો. કોઈ પણ જાતની અરતિ વગેરે ન કરવી. હિદુ:ખં મહાફલમ્ -એમ સમજીને લોચ કરવો. પરન્તુ અસ્ત્રા વગેરેથી હજામત કરવી નહિ. પૃથ્વી ઉપર સંથારો પાથરીને શયન કરવું. પલંગ વગેરેનો ઉપયોગ કરવો નહિ. બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે તપ કરવો. સુધા, તૃષા, ઉષ્ણ, શીત અને વધ વગેરે બાવીશ પરીષહો સહન કરવા. કોઈ પણ જાતની દીનતા ન રાખવી. તેમ જ સાધુપણા માટે આવશ્યક એટલી જ ઉપાધિ (વસ્ત્ર-પાત્રાદિ) રાખવી. કોઈ પણ વસ્તુ મૂકી રાખવી પડે અને બીજા દ્વારા મંગાવવી પડે એટલી ઉપાધિ ન રાખવી. અલ્પ જ ઉપધિ રાખવી. આ બધા બાહ્ય આચારો બાલજીવોને કહેવા.
શ્લોકમાંના મદ્રિપદથી સૂચવેલા બીજા પણ આચારો કહેવા. જેમ કે ચાલતી વખતે ખુલ્લા પગે જ ચાલવું. પગમાં કોઈ પણ જાતના ચંપલ કે પાવડી વગેરે ધારણ કરવા નહિ. રાત્રે બે પ્રહર જ નિદ્રા લેવી. પહેલા અને છેલ્લા પ્રહરમાં ઊંઘવાનું નહિ, સ્વાધ્યાય જ કરવાનો. પોતાના માટે રાંધેલું, કાપેલું કે ખરીદેલું હોય તે ભિક્ષામાં લેવાનું નહિ. બેંતાળીશ દોષથી રહિત જ ભિક્ષા લેવાની....... વગેરે પિડેવિશુદ્ધિનું પાલન અઘરું છે. દ્રવ્યને આશ્રયીને અમુક જ વસ્તુ લેવાની. ક્ષેત્રને આશ્રયીને અમુક જ જગ્યામાં લેવાની. કાળને આશ્રયીને અમુક જ
IDDDDDED|D]90 SFD]DEEDED]D]D]D GSSSchologicS૩૯disclqbd6dclol GS