________________
ભાવિત એવા શાસ્ત્રતત્ત્વને પંડિતજનો પરીક્ષે છે..... ર-૧૯
બાલાદિ જીવોનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું. હવે તેમને કેવી દેશના આપવી તે જણાવાય છે -
बाह्यक्रियाप्रधानैव देया बालस्य देशना । सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते ॥२-२०॥
બાહ્યક્તિાપ્રધાન જ દેશના બાલજીવોને આપવી જોઈએ. અને તે બાહ્ય આચારો ઉપદેશકે બાલજીવોની સામે પાળવા જોઈએ, જેથી બાલછવો સ્વાચ્ય પામી શકે.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલવો બાફ્યુલિફ્ટ (વેશ-આકારાદિ)ને જોઈને તેની મુખ્યતાએ ધર્મને માનતા હોય છે. તેથી આવા જીવોને બાહ્ય-આકાર-ક્રિયા-પ્રધાન દેશના આપવી જોઈએ. હવે પછીના શ્લોકમાં જણાવ્યા મુજબ લોકોત્તર ધર્મના એવા ઉત્કટ કોટિના બાહ્ય આચાર સમજાવવા કે જેથી એ સાંભળીને બાલજીવોને બાહ્ય ક્રિયાઓની અપેક્ષાએ પણ લૌકિક ધર્મ કરતાં લોકોત્તર ધર્મ સર્વશ્રેષ્ઠ જણાય.
આવા આચારોની અપેક્ષાએ લોકોત્તર ધર્મ સહજ રીતે જ સર્વશ્રેષ્ઠ જણાવતી વખતે ઉપદેશકે એ તકેદારી રાખવી જોઈએ કે પોતે જે આચારોનું વર્ણન કરે તે બધા જ બાલજીવોની સામે સરળતાથી પાળીને બતાવવા. અન્યથા ઉપદેશક એ પાળે નહિ અને માત્ર ઉપદેશ આપ્યા કરે તો બાળ જીવોને એમ થાય કે બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. આવું થવાથી તેઓ ઉપદેશકના વચન ઉપર શ્રદ્ધા કેળવી નહિ શકે અને મિથ્યાત્વનો ત્યાગ કરી શકશે નહિ. મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ કોઈ પણ ધર્માત્માનું સ્વાસ્ય સમાયેલું છે.
D|DF\DTDFDFDFDF\Dછા ૧DEDED]D]D]DED C/ST/MEGGGGGGGGGS SiddEcSdGdGdols