________________
-
-
-
શ્રોતા-ગણમાંથી સાચા બાલજીવો તો લગભગ અદૃશ્ય થયા છે. એના અભાવમાં ઉપર જણાવ્યા મુજબની દેશના ન પણ થાય તો ચિન્તા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ આચારો મુનિજીવનમાંથી અદૃશ્ય થાય તો શું થાય - એ ચિન્તા ક્યાં વિના ચાલે એવું નથી. ગમે તે રીતે એ આચારો પ્રત્યે શ્રદ્ધા કેળવીને એની દેશના દ્વારા બાલ-જીવોના હિતની ચિંતા કરવી જોઈએ. અન્યથા શ્રી જિનશાસનની દેશનાપદ્ધતિ લુપ્ત થશે. ર-૨૧ના
મધ્યમજીવોને આપવા યોગ્ય દેશનાનું વર્ણન કરાય છે – मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् । सम्यगीर्यासमित्यादि त्रिकोटीशुद्धभोजनम् ॥२-२२॥
“મધ્યમ કોટિના જીવોને સારી રીતે ઈર્યાસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરવું તેમ જ ત્રિકોટી પરિશુદ્ધ ભોજન ગ્રહણ કરવું... વગેરે જે પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત છે- તે જણાવવું.” – આ પ્રમાણે બાવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુદ્ધિવાળા જીવો વૃત્ત(આચાર)ને પ્રાધાન્ય આપે છે. તેથી તેમને તે વૃત્ત સમજાવવું. બાહ્યદૃષ્ટિએ પ્રસિદ્ધ એવા આચારો બાલજીવોને સમજાવવાના છે. અને મધ્યમબુદ્ધિવાળા જીવોને આન્તરિક દૃષ્ટિએ (લોમાં અપ્રસિધ) પ્રસિદ્ધ એવા આચારો સમજાવવાના છે. તે જાણવાથી શ્રોતાને એમ સમજાય છે કે લોકો તો જાણતા જ નથી એવા આચારો આ સાધુભગવન્તો પાળે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત મધ્યમબુદ્ધિવાળાને જણાવતી વખતે સમિતિ-ગુમિનું વિસ્તારથી વર્ણન કરવું. સાથે સાથે તેનું પાલન કરીને પણ બતાવવું. ત્યાર બાદ બીજા આચાર તરીકે ત્રિકોટીપરિશુદ્ધ
DDDDD/ DHDHD
DDTD
GAD