________________
આદર શ્રેષ્ઠ છે. મુમુક્ષુઓએ આજ્ઞા પ્રત્યે આદર કેળવી લેવો જોઈએ. આજ્ઞાનું પ્રાધાન્ય નહિ સમજનારા પંડિત નથી. એ યાદ રાખવાનું આવશ્યક છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચનપૂર્વકના અનુષ્ઠાનથી જેમ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, તેમ વચનનિરપેક્ષ કે વચનના ઉપયોગથી શૂન્ય એવા અનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી, તેથી વચન પ્રત્યેનો આદર જ શ્રેષ્ઠ છે. “ઉપયોગશૂન્ય કે વચનનિરપેક્ષ એવી ક્રિયા પછી ભગવાનનું અનુધ્યાન થવાથી અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી વચનપૂર્વકની જ ક્રિયાથી સમાપત્તિ થાય છે અને તકિન્નરપેક્ષ એવી ક્વિાન્તરોમાં, તેની ઉપપત્તિ થતી નથી.' - આ પ્રમાણે કહેવાનું અયુત છે:” આ મુજબ નહીં કહેવું જોઈએ. કારણ કે વચનનિરપેક્ષાદિ ક્રિયાઓ પ્રસંગે ચોક્કસપણે ભગવાનનું અનુધ્યાન થાય જ એવો નિયમ નથી. કવચિદ્ર એવી કિયાઓ પછી જ્યાં પણ અસદ્ગની પ્રાપ્તિ થાય છે, ત્યાં પણ ભગવાનના અનુધ્યાનથી જ થાય છે. તેથી અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિમાં પ્રાધાન્ય તો ભગવાનની આજ્ઞાના આદરનું જ રહે છે. એ આદરના સંબન્ધથી જ અન્યત્ર ક્રિયાન્તરમાં સમાપત્તિની પ્રયોજકતા હોવાથી ક્રિયાન્તરનું પ્રાધાન્ય નથી. (ગૌણત્વ છે) - એ સ્પષ્ટ છે-આ બધું જ પંડિતજનોને સમજાવવું.
ચોવીસમા અને પચીશમા શ્લોકમાં જણાવેલી વાતનો કોઈ પણ જાતના કદાગ્રહ વિના વિચાર કરવાથી ભાવનાજ્ઞાન, વચન પ્રત્યેનો આદર; સમાપત્તિ; અસાનુષ્ઠાન અને પંડિતજનોને આપવા યોગ્ય દેશના વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના નહિ રહે. છેલ્લા બે શ્લોક્યાં સામર્થ્યયોગની નજીકમાં પહોંચવા માટેની પરમતારક ભૂમિકાનું, સંક્ષેપથી
G]D]DDDDDDDED
alp0UQDTDODDDRD